જામનગર : શહેરમાં પ્રજાપતિ મહા એકતા અભિયાન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પાલનપુરમાં થોડા દિવસો પહેલા પ્રજાપતિ આગેવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. મોટાભાગના જિલ્લામાં પ્રજાપતિ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે.
પાલનપુરમાં થોડા દિવસો પહેલા પ્રજાપતિ દલપતની હત્યા કરવામાં આવી હતી.જો કે, પાલનપુર પોલીસે અત્યાર સુધીમાં કોઈ આરોપીની ધરપકડ કરી નથી. ત્યારે જામનગર પ્રજાપતિ સમાજે હત્યા કેસમાં સંડોવાયેલા તમામ લોકોની ધરપકડ કરવામાં આવે તેમજ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવે તેવી માગ કરી છે.
જામનગર પ્રજાપતિ સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જો આગામી દિવસોમાં આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો, સમગ્ર રાજ્યમાં પ્રજાપતિ સમાજ રસ્તા પર ઉતરી આવશે અને ઉગ્ર આંદોલન કરી વિરોધ પ્રદશનો કરશે.