જામનગર : જામનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ લમ્પી વાઇરસ ગ્રસ્ત આઇસોલેશન કમ વેક્સિન સેન્ટરની મુલાકાતે (CM Bhupendra Patel visits Jamnagar) આવ્યા હતા, ત્યારે જિલ્લા કલેકટર કચેરી ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા આત્માવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર જ્વલનશીલ (Digubha Commit Suicide) પદાર્થ છાંટી સળગાવી નાખવાનો પ્રયાસ કરવા બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને શહેર મહામંત્રી પાર્થ પટેલ ઉપર 307 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસને જીવતા સળગાવી બાબતે અને ગાડી માથે ચડાવી દેવા (Digubha Jadeja Self destruction) બાબતે શહેર કોંગ્રેસ દિગુભા જાડેજા અને શહેર મહામંત્રી પાર્થ પટેલના પણ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : લમ્પી વાઈરસની રસી ખૂટી ગઈ તેવો ઓડિયો વાયરલ થતાં સરકારે આપ્યો જવાબ
મનપા વિપક્ષ નેતા આનંદ રાઠોડની પ્રતિક્રિયા - લમ્પી નામનો વાયરસ જામનગર શહેર જિલ્લામાં કેટલા દિવસ થયા ચાલી રહ્યો છે અને અનેક ગાયોના મૃત્યુ થયા છે . જ્યારે તેમનું હૃદય પીગળી ગયું અને આવું બધું જોવા કરતા હું આત્મહત્યા કરી લઉં જેથી કરીને મારી આ નજરે ન જોઈ શકે ત્યારે પોલીસે સાત દિવસના (Lumpy virus in Gujarat) રિમાન્ડ માગ્યા અને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ આપ્યા એ પણ ખોટી વાત કહેવાય. જ્યારે એને કોઈને નુકસાન નથી કર્યું અને ગાયો માટે ન્યાય માટેની લડત માટે નીકળ્યા હતા અને એની ઉપર જે 307 કલમ લગાડી છે તે પોલીસે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
આ પણ વાંચો : કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ, વીડિયો થયો વાયરલ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવનભાઈ કુંભારવાડીયાએ કર્યા પ્રહાર - શહેર કોંગ્રેસ પ્રમુખને દિગુભા જાડેજાએ આવેદનપત્ર આપવું અને ગાયો જે લમ્પી વાયરસના કારણે બચાવવા માટે સરકાર તુરંત પગલાં લે તેના માટે મુખ્યપ્રધાનને રૂબરૂ મુલાકાત કરવાની હતી અને સાથે સાથે જો એમને મુલાકાત ન આપે તો પોતે આત્મવિલોપન કરશે તેવું પણ (Diguba Jadeja Protest) એમને જાહેર કરેલું. ત્યારે પોલીસ અગાઉથી જાણતી હોવાના હોવા છતાં દિગુભાને અહીં પહોંચવા કેમ દીધા પહેલી બાબત એ છે મુખ્યપ્રધાનનું આટલું મોટો કાફલો હતો. પોલીસે જાણી જોઈને દિગુભા ને ફસાવવા માટેના પ્રયત્ન કર્યા છે ત્યારે નામદાર કોર્ટે જ્યારે હુકમ કર્યો છે