વાવાઝોડાના કારણે રેલ સેવા અને અન્ય તમામ સેવાઓ ઠપ થઈ ગયા બાદ જામનગરના 450 યાત્રીઓ પુરીમાં ફસાયા હતા. આ યાત્રીઓએ ફસાયા બાદ જુદા-જુદા સ્થળે આશરો લીધો હતો આ બાબતની જામનગર સ્થિત પરિવારજનોએ આ અંગે જિલ્લા કલેકટર રવિશંકરે જાણ કરી હતી. જિલ્લા કલક્ટરે પુરીના કલેક્ટરનો સંપર્ક કરતા સ્થાનિક વહીવટીતંત્ર અને જામનગરના યાત્રાળુઓની ભાળ મેળવી તેઓની વાપસી માટે વ્યવસ્થા રાયપુરથી કરાવી હતી.
બાદમાં ગઇકાલે મોડી રાત્રે એક બસ અને સાંજે બીજી બસ મારફતે યાત્રિકો જામનગર આવી પહોંચતા સગા-સંબંધીઓ હાશકારાની લાગણી ફેલાઈ છે. યાત્રિકોએ જામનગર અને તંત્ર નો આભાર વ્યક્ત કર્યો છે મોટાભાગના યાત્રાળુઓ ટ્રેન તેમજ બસ મારફતે જામનગર આવી પહોંચ્યા છે. મહત્વનું છે કે, ગઈકાલે એક ટ્રેનના ડબા દ્વારા પણ યાત્રાળુઓને જામનગર ખાતે લવાયા હતા.