ETV Bharat / city

જામનગરમાં બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિઅન્ટના લક્ષણવાળા દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં થયા હતા દાખલ - jamnagar corona news

કોરોનાની વૈશ્વિક મહામારીમાં અનેક દર્દીઓના મોત નિપજ્યા છે, કેટલાક હજુ પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. કોરોનાની સારવાર લીધા બાદ અનેક દર્દીઓ મ્યુકરમાઇકોસીસની બીમારીમાં સપડાયા હતા. જેના માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં અલગ વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. જ્યારે હવે ડેલ્ટા વેરિઅન્ટે પોતાનો આતંક ફેલાવ્યો છે.

જામનગર
જામનગર
author img

By

Published : Jun 28, 2021, 11:01 PM IST

  • બીજી લહેરમાં અનેક કોરોનાના દર્દીઓ જોવા મળ્યા ડેલ્ટા વેરિયન્ટના લક્ષણ
  • કોવિડ હોસ્પિટલમાં આગામી દિવસોમાં અલગ વોર્ડ બનાવવામાં આવશે
  • ડેલ્ટા વેરિયન્ટ અત્યંત ખતરનાક વાયરસ

જામનગર: ગુજરાતમાં ડેલ્ટા વેરિયન્ટના બે કેસ નોંધાયા છે. આ વેરિયન્ટને અત્યંત ખતરનાક વાયરસ છે. તેમાં દર્દીને છાતીના ભાગે ખૂબ દુખાવો થાય છે અને એક દિવસમાં જ દર્દીનું મોત નિપજે છે. બીજી લહેર વખતે જામનગરની જી.જી.હોસ્પિટલમાં અનેક દર્દીઓ છાતીમાં દુખાવા થવાના કારણે મોત નીપજ્યા છે, તે દર્દીઓમાં મોટા ભાગના ડેલ્ટા વેરિએન્ટના લક્ષણો જોવા મળ્યા હતા.

જામનગરનાં દર્દીઓમાં દેખાયા હતા ડેલ્ટા વેરિઅન્ટના લક્ષણો

આ પણ વાંચો: ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સામે લડવા માટે રાજ્ય સરકાર તમામ તૈયારીઓ સાથે સજ્જ

દર્દીના છાતીના ભાગે લાગુ પડે છે ડેલ્ટા વેરિયન્ટ

ડેલ્ટા વેરિયન્ટ મુદ્દે જામનગરની જી.જી હોસ્પિટલના કોવિડ વોર્ડના નોડલ ઓફિસર એસ. એસ. ચેટરજીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ડેલ્ટા વેરિયન્ટ છાતીના ભાગે અસર કરે છે. જે દર્દીઓ બીજી કોઈ બીમારી સાથે કોવિડગ્રસ્ત બન્યા હોય તેને તે વધુ અસર કરે છે.

કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો

જામનગરની ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે મ્યુકરમાઇકોસીસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ જી જી હોસ્પિટલમાં 51 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મ્યુકરમાઇકોસીસના દર્દીઓની સંખ્યા વધી છે અને 61 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ડેલ્ટા વેરિએન્ટ ખૂબ ખતરનાક બીમારી છે અને કોરોનાના દર્દીને છાતીના ભાગે જ ડેલ્ટા વેરિયન્ટ લાગુ પડે છે જેના કારણે દર્દીનું એક-બે દિવસમાં જ મોત નિપજે છે.

આ પણ વાંચો: Ahmedabad : ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ શરૂ

જામનગર શહેરમાં હજુ એક પણ ડેલ્ટા વેરિયન્ટનો કેસ નોંધાયો નથી

ગુજરાતમાં ડેલ્ટા વેરિયન્ટના બે કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં હજુ એક પણ ડેલ્ટા વેરિએન્ટનો કેસ નોંધાયો નથી. જામનગર શહેરમાં આવેલી ગુરુ ગોવિંદ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અહીં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે બીજી લહેરમાં અનેક દર્દીઓમાં ડેલ્ટા વેરિએન્ટના લક્ષણો જોવા મળ્યા હતા. જો કે, હજુ સુધી જામનગરની કોઈ હોસ્પિટલમાં ડેલ્ટા વેરિયન્ટનો કેસ નોંધાયો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.