- આજથી પ્રચાર પ્રસારના પડધમ શાંત થશે
- હાર્દિક પટેલ બાદ પરેશ ધાનાણીએ રોડ-શો યોજ્યો
- કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા કરી અપીલ
જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યું ,છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રચાર કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જામનગરમાં ગઈકાલે ગુરુવારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે વોર્ડ નંબર-12માં રોડ-શો યોજ્યો હતો અને ત્યારબાદ વૉર્ડ નંબર 2માં જાહેર સભાને સંબોધી હતી, ત્યારે આજે શુક્રવારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જામનગરમાં રોડ-શો યોજ્યો હતો.
છેલ્લા દિવસે પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચાર કર્યો
આજે શુક્રવારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જામનગરમાં વૉર્ડ નંબર 15 અને 16માં રોડ-શો યોજ્યો હતો.
શું બોલ્યા પરેશ ધાનાણી?
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જ્યારથી ભાજપનું ગુજરાતમાં શાસન છે, ત્યારથી મોંઘવારીએ માઝા મૂકી છે. દિવસે-દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો રાંધણગેસમાં એક જ દિવસમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે મધ્યમવર્ગને સામાન્ય માણસ દિવસે દિવસે મુશ્કેલીમાં મુકાતા જાય છે.