ETV Bharat / city

જોડીયા પંથકમાં અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની સંસદસભ્ય પૂનમબેન માડમે મુલાકાત લીધી

સૌરાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં મોટાભાગના વિસ્તારમાં અવરિત પડી રહેલા વરસાદના પગલે જળાશયોમાં ચોમાસાના પ્રારંભમાં જ સારા એવા જળનો સંગ્રહ થઇ ગયો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમે જોડીયા પંથકમાં જોડીયા સહિત અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

etv bharat
etv bharat
author img

By

Published : Jul 8, 2020, 3:06 PM IST

જામનગર : જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ઉંડ-2 ડેમમાં વિપુલ માત્રામાં પાણી આવવા થી ડેમ ઓવરફ્લો થયો છે. ઉંડ-2 ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામો આણંદા, ભાદરા, કુનડ,બાદનપર,જોડીયા ગામના ખેડૂતોની જમીનના થયેલા ધોવાણ અને વાવેલ પાકને થયેલા નુકસાન અંગે સંસદસભ્ય પૂનમબેન માડમે નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.

અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની આગેવાનો સાથે સંસદસભ્ય પૂનમબેન માડમે મુલાકાત લીધી

આ મુલાકાત વખતે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલસાણીયા, ધરમશીભાઇ ચનિયારા, ચિરાગભાઇ વાંક,ભરતભાઇ ઠક્કર સહિતના આગેવાનો સાંસદ સાથે રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.