ETV Bharat / city

1860 બાદ આ વર્ષે જોવા મળશે ઉલ્કાવર્ષા રાણીનો નજારો, 13 -14 ડિસેમ્બરે જેમિનિડ્સ ઉલ્કાવર્ષા જોઈ શકાશે - જામનગર ખગોળશાસ્ત્રી

જામનગરમાં 13 અને 14 ડિસેમ્બરે ઉલ્કા વર્ષા થતી જોવા મળશે. શહેરમાં ખગોળ રસિયાઓ સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય તેઓ ટેલિસ્કોપ દ્વારા અગાસી પરથી નજારો માણતા હોય છે. આ ઉલ્કા વર્ષાને પણ ટેલિસ્કોપ વડે જ જોવા મળશે.

1860 બાદ આ વર્ષે જોવા મળશે ઉલ્કાવર્ષા રાણીનો નજારો

author img

By

Published : Dec 13, 2020, 11:01 PM IST

  • 13 અને 14 ડિસેમ્બરે ઉલ્કાવર્ષા ખરતી જોવા મળશે
  • કોરોના મહામારી હોવાથી જાહેર કાર્યક્રમ રદ કરાયો
  • ખુલ્લી જગ્યાએથી સારી રીતે ઉલ્કા વર્ષા નિહાળી શકાશે

જામનગરઃ શહેરમાંં 13 અને 14 ડિસેમ્બરે ઉલ્કા વર્ષા થતી જોવા મળશે. શહેરમાં ખગોળ રસિયાઓ સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય તેઓ ટેલિસ્કોપ દ્વારા અગાસી પરથી નજારો માણતા હોય છે. આ ઉલ્કા વર્ષાને પણ ટેલિસ્કોપ વડે જ જોવા મળશે. ઉલ્કાવર્ષાએ સામાન્ય આકાશ દર્શનનો કાર્યક્રમ છે. આ ઉલ્કા વર્ષા મિથુન રાશિના પુરુષ અને પ્રકૃતિ તારા પાસે જોવા મળશે. આ નજારાને ઉલ્કાવર્ષા રાણીનો નજારો કહેવાય છે.

1860 બાદ આ વર્ષે જોવા મળશે ઉલ્કાવર્ષા રાણીનો નજારો

150થી વધુ વર્ષના ગાળા પછી જોવા મળશે ઉલ્કાવર્ષા રાણીનો નજારો

વર્ષ 1862 બાદ આકાશમાં ઉલ્કાવર્ષા રાણીનો નજારો જોવા મળશે. જો કે ખગોળ રસિયાઓ દર વર્ષે ખગોળશાસ્ત્રીઓ દ્વારા જાહેર જનતા જાહેર કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી હોવાથી જાહેર કાર્યક્રમ યોજાશે. આ વર્ષ પોત પોતાના ઘરેથી જ ઉલ્કાવર્ષા જોઈ શકશે. દર વર્ષે 7 થી 31 ડિસેમ્બર સુધી સમગ્ર વિશ્વમાં જેમિનીડસ ઉલ્કાવર્ષાનો નજારો જોવા મળે છે. ઇન્ટરનેશનલ મેરિયોર સંસ્થાઓ ઉલ્કા વર્ષાની નોંધ રાખે છે.

મધ્યરાત્રીએ અને વહેલી સવાર પહેલા માણી શકાશે ઉલ્કા વર્ષા

કલાકમાં 10 થી 50 અને વધુમાં વધુ 100 ઉલ્કા વર્ષા દિવાળીની આતીશબાજીની જેમ નિહાળી શકાશે. ઉલ્કાવર્ષા નિહાળવાનું શ્રેષ્ઠ સમય મધ્યરાત્રી પહેલાં અને વહેલી સવાર હોય છે. ઉત્તર અને પૂર્વ દિશામાં સામાન્ય રીતે ઉલ્કાવર્ષા જોવા મળે છે. ખાસ કરીને 13 અને 14 ડિસેમ્બર બે દિવસ અવકાશી નજારો નિહાળવાનું ચૂકવા જેવું નથી.

ખુલ્લા મેદાનમાંથી સારી રીતે નિહાળી શકાય

ઉલ્કા વર્ષા નિહાળવા માટે દરિયાઈ તટ, પર્વતીય વિસ્તાર, મેદાન અને નિર્જન જગ્યાએથી સારી રીતે નિહાળી શકાય છે. ઇન્ટરનેશનલ મેટિયોર સંસ્થાઓ નોંધ રાખે છે. શરૂઆતમાં દર કલાકે 5 થી 10 અને વધીને 50 થી 100 ઉલ્કા ખરતી જોવા મળશે. તેની ઝડપ પ્રતિ સેકન્ડ 35 થી 130 કિમી હોય છે. ટેલિસ્કોપની મદદથી વધુ સારી રીતે ઉલ્કાવર્ષા નિહાળી શકાય છે. શહેરમાંં વિજરખી ડેમ પાસેથી ઉલ્કા વર્ષાનો નજારો સારી રીતે નિહાળી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.