ETV Bharat / city

મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ સુધીની દૂરંતો એક્સપ્રેસ ટ્રેન હાપા સુધી લંબાવાઈ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમ માડમની ભલામણથી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટની દૂરંતો એક્સપ્રેસ ટ્રેન હાપા સુધી લંબાવાઈ છે, જે હાલ કોવિડ-19ના કારણે બંધ છે તે હવે શરૂ થયે મુંબઈ સેન્ટ્રલથી હાપાનો રૂટ રહેશે. અત્રે નોંધપાત્ર છે કે, ગુરૂવારે 17 ડિસેમ્બરના રોજ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર તેમ જ રાજકોટ અને ભાવનગર ડિવિઝનોના ડીઆરએમ સાથે સાંસદ પૂનમ માડમે વર્ચ્યૂઅલ મિટિંગ યોજી તેમાં જામનગર અને દ્વારકા જિલ્લાઓના રેલવે લગતા મુદ્દાઓ રજૂ કર્યા હતા.

મુંબઈ સેન્ટ્રલથી રાજકોટની દૂરંતો એક્સપ્રેસ ટ્રેન હાપા સુધી લંબાવાઈ

author img

By

Published : Dec 18, 2020, 2:00 PM IST

  • મુંબઈ સેન્ટ્રલથી રાજકોટની દૂરંતો એક્સપ્રેસ ટ્રેન હાપા સુધી લંબાવાઈ
  • 17 ડિસેમ્બરે સાંસદ પૂનમ માડમે રેલવે અધિકારીઓ સાથે કરી બેઠક
  • વર્ચ્યૂઅલ બેઠકમાં પ્રવાસીઓની સુવિધા વધારવા અંગે કરાઈ ચર્ચા

જામનગરઃ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ તાજેતરમાં જ જામનગરની મુલાકાતે આવ્યા હતાં. ત્યારે તેમણે સાંસદ પૂનમ માડમના નિવાસસ્થાને તેમની સાથે મુલાકાત કરી હતી. અહીં તેમણે સાંસદ સાથે રેલવેને લગતા મુદ્દાઓની વિશેષ માહિતી મેળવી હતી. પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે સાંસદ પૂનમબેન માડમે મુદ્દાસર અને વિસ્તૃત બાબતોની ભલામણ કરી હતી. ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે પ્રશ્રની પણ વાત કરવામાં આવી હતી. અહીં મહત્ત્વના રૂટ બાબતે નવી ટ્રેન બાબતોએ તેમ જ મહત્ત્વના સ્ટોપ શરૂ કરવા તેમ જ ફરીથી આપવા બાબતે ભારપૂર્વક ભલામણ કરી હતી.

લાંબા અંતરની ટ્રેનો જામનગર તેમ જ ઓખા સુધી લંબાવવાની ભલામણ કરી હતી

સાથે સાથે લાંબા અંતરની અને મહત્ત્વની ટ્રેનો યથાવત રાખવા પણ ભારપૂર્વકનુ ભલામણ સાથેનું સૂચન કર્યું હતું તેમ જ લાંબા અંતરની ટ્રેનો જામનગર અને ઓખા સુધી લંબાવવાની ભલામણ કરવામાં આવી હતી. તેમાં મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ સુધીની દુરંતો એક્સપ્રેસ ટ્રેનને જામનગર સુધી લંબાવવાની ભલામણનો પણ સમાવેશ થાય છે. જોકે, આ દુરંતો એક્સપ્રેસ ટ્રેન શરૂ વર્ષ 2018ના મે મહિનાથી શરૂ થઈ ત્યારથી જ સાંસદ પૂનમ માડમે તે ટ્રેન જામનગર સુધી લંબાવવા રેલવે મંત્રાલયમાં તેમ જ રેલવે બોર્ડમાં ભલામણ સહ રજૂઆત કરી હતી. રેલવેના વિવિધ વધુ મુદાઓ 17 ડિસેમ્બરની વર્ચ્યૂઅલ મિટીંગમા પણ રજૂ કર્યા હતા.

પોરબંદર હરિદ્વાર વાયા જેતલસર નવી ટ્રેન અંગે પણ રજૂઆત કરાઈ
આ ભલામણના પગલે દુરંતો એક્સપ્રેસ ટ્રેનને રાજકોટના બદલે હવે હાપા સુધી લંબાવવાનો નિર્ણય રેલવે બોર્ડે કર્યો છે. આમ, સાંસદ પૂનમ માડમની મહેનતથી જામનગર પંથકથી મુંબઈ માટેની વધુ એક ટ્રેન મળી છે. હાલ કોવિડ-19ની સ્થિતિના કારણે આ ટ્રેન બંધ છે, પરંતુ શરૂ થયે હાપા સુધી લંબાવવાનો નિર્ણય થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદરથી રાજકોટ વાયા વાંસજાળિયા જેતલસર રૂટની ટ્રેન સવારે પોરબંદરથી ઉપડે તે માટે તથા પોરબંદર હરિદ્વાર વાયા જેતલસર નવી ટ્રેનની પણ પૂનમબેન માડમે રજૂઆત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.