જામનગર- જામનગરના કુખ્યાત જયેશ પટેલ ઉર્ફે જયેશ રણપરિયા કે જેની સામે જામનગરના જાણીતા ઍડવોકેટ કીર્તિભાઇ જોષીની હત્યા (Murder case of Jamnagar lawyer Kirtibhai Joshi) સહિત જમીનો હડપવા વિગેરે મામલા છે. તેની સામેના ખળભળાટ મચાવતા આરોપોના પગલે ગુજરાત પોલીસના વડા દ્વારા ઇન્ટરપોલનો સંપર્ક ( Contact of Interpol by Gujarat Police ) કરી ધરપકડ બાદ (Jayesh Patel arrest in London)તેને ગુજરાત લાવવા માટે કાયદાકીય જંગ સોમવારથી લંડનની અદાલતમાં શરૂ થયો છે. ભારત સરકાર દ્વારા તેને લંડનથી (Land Mafia Jayesh Patel in London) ગુજરાત લાવવા માટે પણ લંડનની અદાલતમાં (Jayesh Patel case in London court )જોરદાર દલીલો ચાલી રહી છે.
જાણીતા વકીલની કરી છે હત્યા- જયેશ પટેલ સામે જામનગરના જાણીતા વકીલ કીર્તિભાઇ જોષીની 28 ઍપ્રિલ 2018ના રોજ હત્યારા મારફત હત્યા (Murder case of Jamnagar lawyer Kirtibhai Joshi) કરવાના આરોપ છે. ઉકત ઘટના બાદ રાજકોટ રેન્જ વડા સંદીપ સિંહના માર્ગદર્શન હેઠળ જામનગર પોલીસ દ્વારા રાજકોટ સુધી સીસીટીવી કેમેરા લોકેશન તત્કાલીન જામનગર એલસીબી પીઆઇ અને હાલ ડીવાયઍસપી અમદાવાદ મહાનગરપાલિકામાં પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા આર.ઍ.ડોડીયા સહિતના અધિકારીઓ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વગેરે દ્વારા ધમધમાટ શરૂ થયેલો.
આ પણ વાંચોઃ Jamnagar Jayesh Patel Case: કુખ્યાત ખંડણીખોર જયેશ પટેલ સામે પોલીસે 2,000 પેજની પૂરવણી ચાર્જશીટ રજૂ કરી
લંડન પોલીસે કરી અટક - આ મામલે જામનગર ઍસપી તરીકે હાલ એટીએસ ડીઆઈજી દીપેન ભદ્રન તથા હાલ દ્વારકા એસપી નિતેશ પાંડેયની ખાસ નિમણૂક કર્યાં બાદ મોટેપાયે ધરપકડો થયેલી હતી. જેની સામે મુખ્ય આરોપ છે તેવા જયેશ પટેલ લંડન નાસી ગયાની પોલીસને જાણ થતાં મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા ટીમ દ્વારા લંડન પોલીસ ( Contact of Interpol by Gujarat Police ) સમક્ષ ગુનાની ગંભીરતા સમજાવ્યા બાદ તેની(Land Mafia Jayesh Patel in London) લંડન પોલીસ દ્વારા અટક કરી લેવામાં આવી છે.
આ પણ વાંચોઃ એડવોકેટ કિરીટ જોશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાત પોલીસ કેન્દ્રની મદદથી આરોપીને લંડનથી ( Contact of Interpol by Gujarat Police ) જામનગરમાં લાવવા કાયદાકીય રજૂઆત (Jayesh Patel case in London court )અદાલતમાં કરી રહી છે, ગુજરાતના પોલીસ વડા દ્વારા આ મામલે સતત મોનીટરીંગ કરી લંડન પોલીસ સાથે સંકલન રાખવા ઍક અનુભવી ડીઆઈજી અને 2 ઍસપી દરજ્જાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.