જામનગર: લાલપુર કોંગ્રેસ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો અને અતિવૃષ્ટિના કારણે સમગ્ર તાલુકાનો પાક નિષ્ફળ, ખેડૂતોની ખેતીની જમીન અને પાકમાં પારાવાર નુકસાન, તેમજ રોડ રસ્તાઓમાં સંપૂર્ણ ભ્રષ્ટાચારના મુદાઓને લઈને લાલપુર મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ છે. આ આવેદનપત્રમા જણાવ્યા અનુસાર પેટ્રોલ ડીઝલના અસહાય ભાવો, વીજળી બીલોમાં ભાવ વધારો ઝીંકીને સરકાર પ્રજા પાસેથી લૂંટ કરે છે. તો બીજી બાજુ કોરોનાને લીધે લોકોમાં ધંધા રોજગાર બંધ છે. તેવામાં સરકાર માસ્ક અને હેલ્મેટનાના નામે કાળા કાયદા લાવી લોકોને લૂંટી રહ્યા છે, તેમજ મધ્યમ વર્ગના લોકોના બાળકો જે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લોકડાઉન હોવા છતા પણ શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ફી મુદ્દે ઉઘરાણી કરવામાં આવે છે. સરકારની ખાનગી સ્કુલો પર સરકાર અમી દ્રષ્ટિ કરી પ્રજાને છેતરી રહી છે, જેવા અનેક પ્રશ્નોને લઇને લાલપુર કોંગ્રેસ દ્વારા રેલી કાઢી અને સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
લાલપુર મામલતદારને આવેદનપત્ર આપતી વખતે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા તથા જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અરવિંદભાઈ ગજેરા, મહાવીરસિંહ જાડેજા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, જીતેન્દ્ર સિંહ જાડેજા તથા લાલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
લાલપુર તાલુકા કોંગ્રેસ દ્વારા રોષપૂર્ણ રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપ્યું - લાલપુર મામલતદાર કચેરી ન્યુઝ
જામનગર જિલ્લાના લાલપુર કોંગ્રેસ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો અને અતિવૃષ્ટિના કારણે સમગ્ર તાલુકાના ખેડૂતોનો પાક નિષ્ફળ, ખેતીની જમીન અને પાકમાં પારાવાર નુકસાન, તેમજ રોડ રસ્તાઓમાં સંપૂર્ણ ભ્રષ્ટાચારના મુદાઓને લઈને લાલપુર મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ છે.