જામનગરઃ અનલોક 1 માં મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઈઝ પર ભરતીની કામગીરી શરૂ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકામાં ગુરૂવારે કોપા કોર્સ કરેલા વિદ્યાર્થીઓ માટે એપ્રેન્ટીસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આઈટીઆઈની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
જામનગર મહાનગરપાલિકામાં કોપા કોર્સ કરેલ વિદ્યાર્થીઓને આપશે નોકરી, યોજાયો જોબ ફેર આ જોબ ફેરમાં અનેક કોપા( Computer Operator and Programming Assistant) કોર્સ કરેલી વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. જેમાં વિદ્યાર્થીનીઓના ડોક્યુમેન્ટસની ચકાસણી કરવામાં આવી હતી અને ત્યાર બાદ વિદ્યાર્થીનીઓના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યાં હતાં. જે ઉમેદવારો આ ઈન્ટરવ્યુમાં ઉતીર્ણ થશે તેમને મહાનગરપાલિકામાં નોકરી આપવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકામાં કોપા કોર્સ કરેલ વિદ્યાર્થીઓને આપશે નોકરી, યોજાયો જોબ ફેર કોરોના સંક્રમણ વચ્ચે યોજાયેલા આ જોબ ફેરમાં લોકોની ભીડ એકઠી ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. મહાનગરપાલિકામાં પ્રવેશતા જ તમામ ઉમેદવારોનું થર્મલ સ્કેનિગ કરાયું હતું. બાદમાં હેન્ડ સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું.