ETV Bharat / city

જામનગરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અંકુશમાં હોવા છતાં ભૂમાફિયા જયેશ પટેલ ક્યારે ઝડપાશે ?

author img

By

Published : Nov 7, 2020, 7:55 PM IST

વિદેશમાં રહી અને જામનગરમાં વિવિધ પ્રકારના ક્રાઇમને અંજામ આપનાર ભૂમાફિયો જયેશ પટેલ એક ગેંગ બનાવી લોકોને ઠગવાનું કામ કરતો હતો. ભૂમાફિયા જયેશ પટેલે જામનગર શહેરના લોકોની જમીન લેવા માટે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ટુકડી ઊભી કરી હતી. જે જમીન માલિકોને માનસિક અને શારીરિક પરેશાન કરતો હતો.

જામનગરમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અંકુશમાં પણ ભૂમાફિયા જયેશ પટેલ ક્યારે ઝડપાશે ?

  • જામનગરના ભુમાફિયા જયેશ પટેલ વિરૂદ્ધ અનેક પોલીસ ફરિયાદ
  • શહેરના લોકોને વિદેશમાં રહીને ધાક-ધમકી આપવાના અનેક ગુનાઓ
  • રાજ્યમાં ગુજસીટોક એક્ટ હેઠળ એક બાદ એક ફરિયાદ નોંધાઈ

જામનગરઃ શહેરમાં ભુમાફિયા જયેશ પટેલના અનેક સાગરીતો ધાક-ધમકી, ખંડણી, ખોટા દસ્તાવેજ બનાવી જમીનો પચાવી પાડવી, તેમજ ફાયરિંગ કરવા અને લોકોને સતત ભયમાં રાખવા માટે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની ટુકડી અંજામ આપતી હતી. ગુજરાત રાજ્યમાં ગુજસીટોક એક્ટ હેઠળ એક બાદ એક ફરિયાદ નોંધાઈ રહી છે. જામનગરમા ગુજસીટોક હેઠળ પાંચમી ફરિયાદ નોંધાઇ છે. જે અંતર્ગત જામનગરમા કુખ્યાત જયેશ પટેલ સહિત ગેંગ સામે ફરિયાદ નોંધાઈ છે. જયેશ પટેલ સહિત 14 લોકો સામે જામનગર પોલીસે ફરિયાદ નોંધી છે. જામનગરના કુખ્યાત ડૉન જયેશ પટેલની ગેંગ સામે અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. જેમાં અપહરણ, હત્યાનો પ્રયાસ, હત્યા, જમીન પચાવવી સહિતના ગંભીર ગુનાઓ નોધાયેલા છે. જામનગર પોલીસ વડા દિપેન ભદ્રનના માર્ગદર્શન હેઠળ આ ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમાં પોલીસનું મેગા ઓપરેશન

જામનગર શહેરમાં પહેલીવાર ગુજસીટોક કાયદાનો ઉપયોગ થયો છે. આ ગુજસીટોક કાયદામાં 10 વર્ષથી જનમટીપની જોગવાઇ છે. જામનગરમા ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદના મામલામાં જામનગરમાં અસામાજિક તત્વો પર પોલીસનું મેગા ઓપરેશન જોવા મળ્યું છે. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયાની ધરપકડ કરવામાં આવી છે, તો ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત પોલીસમેન વસરામ આહિર પણ સકંજામાં આવ્યા છે. આ સાથે જ એક અખબારના માલિક પ્રવીણ ચોવટિયા પણ ઝડપાયા છે.

ગુજરાતમાં ‘ઓપરેશન જામનગર’ની શરૂઆત થઈ ગઈ છે. જેના ભાગ રૂપે જામનગરને ક્લીન કરવા માટે સ્પેશિયલ ટાસ્ક ટીમને ગણતરીના દિવસો થયા છે. જયેશ પટેલ ગેંગના સાગરિતોને હથિયાર પૂરા પાડનારા સાગરીતને ગુજરાત ATSએ તાજેતરમાં જ પકડ્યો હતો.

GUJCTOCથી શું શું થશે

ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC)ને મંજૂરી મળતા રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે તથા ગુના નિયંત્રણ માટે વિશ્વાસ દ્રઢ બનશે. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરાઈ છે.

ગુજસીટોક હેઠળ નોંધાયેલા પ્રથમ ગુનામાં જામનગરના 14 શખ્સોને રિમાન્ડની માંગણી સાથે આ કાયદાની રાજકોટમાં કાર્યરત કરવામાં આવેલી ખાસ અદાલતમાં રજૂ કરાયા હતા. જેમાં મુકેશ અભંગી, પ્રફુલ પોપટ અને જીગર આડતરીયાના નવ દિવસના અને વશરામભાઈ, અનિલ પરમાર, પ્રવિણ ચોવટીયા, નિલેશભાઈ ટોલીયા, અતુલ ભંડેરીના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારબાદ પ્રફુલ, મુકેશ તથા જીગરના રિમાન્ડ સોમવારે પૂર્ણ થતા તેમને અદાલતમાં રજૂ કરાયા હતા, જ્યાં પ્રફુલ તથા જીગરને જેલહવાલે કરવાનો અને મુકેશ અભંગીના વધુ 3 દિવસના રિમાન્ડ પર લેવાનો હુકમ થયો હતો. ત્યારબાદ મુકેશ ઉપરાંત 12 દિવસના રિમાન્ડ પર રહેલા અનિલ, પ્રવિણ, અતુલ, વશરામ અને નિલેશ ટોલીયાના 12 દિવસના રિમાન્ડ આજે શનિવારે પૂર્ણ થતા આ 6 આરોપીઓને એએસપી નિતેશ પાંડે તેમજ એલસીબી અને એસઓજીના પીઆઈ કે.જી. ચૌધરી, એસ.એસ. નિનામાએ અદાલતમાં રજૂ કર્યા હતા. જ્યાં ચાલેલી દલીલો પછી તમામ આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ થયો છે.

તમામ આરોપીઓને અલગ અલગ જેલમાં શા માટે મોકલવામાં આવ્યા?

અદાલતના આદેશ પછી જામનગર પોલીસે 6 આરોપીઓને જુદી-જુદી જેલમાં મોકલી આપવા અરજી કરી હતી. જેમાં આ આરોપીઓ એક જ જેલમાં એકઠા થશે તો તે યોગ્ય થશે નહીં તેમ જણાવી પોલીસે તમામને અલગ અલગ જેલમાં મોકલી આપવા અદાલત સમક્ષ રજૂઆત કરી છે.

આ કાર્યવાહી દરમિયાન ગુજસીટોક હેઠળ જે 14 શખ્સો સામે ગુના નોંધાયો છે, તેમાંના 9માં આરોપી જશપાલસિંહ જાડેજા કે જે બીજા ગુનામાં હાલમાં જામનગરની જિલ્લા જેલમાં હતો, તેને ગઈકાલે શુક્રવારે સાંજે એસ.પી દીપન ભદ્રનની સૂચનાથી તપાસનીસ એ.એસ.પી નિતેશ પાંડે અને એલ.સી.બીએ જામનગર જેલમાંથી કબજો મેળવી અટકાયતમાં લીધો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અને જયેશ પટેલના ખાસ સાગરીત ગણાતા યશપાલસિંહ જાડેજાએ પોલીસ સમક્ષ પ્રત્યાર્પણ કરતાં તેની પણ અટકાયત કરાઈ છે. આ બન્ને શખ્સોના પણ આજે શનિરવારે રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે બન્નેના 12-12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.