જામનગર: યુનિયન બેંક જેએમસી બ્રાન્ચ (Jamnagar Union Bank)ના બેંક મેનજર દશરથસિંહ જાડેજાએ લાખોની ઉચાપત (Embezzlement of money In Union Bank) કરી હોવાનું સામે આવ્યું છે. તેમણે પોતાના બેંક મેનેજર (Union Bank Manger Jamnagar) તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરતા સાહેદોને વિશ્વાસમાં લીધા હતા. તેમણે દર્શન મણિયાર સાથે મળીને પૂર્વ આયોજીત કાવતરૂ રચી તેમની પેઢીના નામનું ખોટું કોટેશન બનાવી આપ્યું હતું.
આ પણ વાંચો: Torture of stray cattle in Jamnagar: જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ બાઈક ચાલક પર કર્યો હુમલો
રૂપિયા 74,25,000ની લોન મંજૂર કરાવી
દશરથસિંહે ડોક્યુમેન્ટ અને ખોટા કોટેશનનો સાચા તરીકે ઉપયોગ કરી (Banking Scam In Jamnagar)તથા સાહેદોના નામે કુલ રૂપિયા 74,25,000ની લોન મંજૂર (Loan Scam In Jamnagar) કરાવી લીધી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ લોનમાંથી દર્શન મણિયારને કમિશન આપ્યું હતું અને મંજૂર થયેલી લોન પૈકી રૂપિયા 4,60,000 રૂપિયા અલગ અલગ સાહેદોને પરત આપ્યા હતા.
આ પણ વાંચો: JMC Budget 2022 : જામનગર મહાપાલિકાનું બજેટ જનરલ બોર્ડમાં કરાયું રજૂ, વિપક્ષનો વાર શાસક પક્ષનો પલટવાર
69,75,000 રૂપિયા અંગત ફાયદા માટે હડપ કર્યા
તેમણે બાકીના રૂપિયા 69,75,000 રૂપિયા પોતાના અંગત ફાયદા સારૂં હડપ કરી વિશ્વાસઘાત આચર્યો છે. આ મામલે દશરથસિંહ જાડેજા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે IPC કલમ 406, 420, 465, 467, 471, 120 (B) મુજબ ગુનો નોંધી વધુ તપાસ સાઇબર ક્રાઇમના પોલીસ ઇન્સપેક્ટર (Cyber Crime Cell Jamnagar) ચલાવી રહ્યા છે. હાલમાં આ ઘટનાએ જામનગરમાં ભારે ચર્ચા જગાડી છે.