જામનગર: નશાખોરીના દૂષણને ડામવા તેમજ નશાનો વેપાર કરનારા શખ્સોને પકડવામાં જામનગર એસઓજી પોલીસને સફળતા મળી છે. એસઓજીને મળેલી બાતમીના આધારે પાટણ રોડ પર આવેલા પૂલીયા પાસેના જાહેર રોડ પરથી પસાર થતા રમેશ મગનભાઈ ઝિંઝુવાડિયાને પકડી પૂછપરછ કરતા તેની પાસેથી ગેરકાયદે કેફી પદાર્થ ગાંજો મળ્યો હતો. પોલીસે 1 કીલો 100 ગ્રામ ગાંજો, એક મોબાઈલ મળી કુલ રૂ. 12 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગાંજો મુળ જામજોધપુર અને હાલ સુરત રહેતા જયદીપ મુકેશભાઈ કુંભારે આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આથી બંને વિરુદ્ધ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે આગળની તપાસ જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ચલાવી રહ્યા છે.
![જામનગર એસઓજીએ જામજોધપુરમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8847941_drug_gj10040.jpg)