• જામનગર LCBએ હથિયારનો જથ્થો ઝડપી પાડ્યો
• 11 પિસ્તોલ, 19 કારતુસ સાથે બે આરોપીઓની ધરપકડ
• બંને આરોપી સામે ખૂનની કોશિશ, લૂંટ,અપહરણ હથિયાર સપ્લાય સહિતના ગુનામાં નોંધાયેલા છે
• આરોપીઓએ બાવળની ઝાડીમાં સંતાડી હતી પિસ્તોલ
જામનગર: જામનગર પોલીસવડા દીપન ભદ્રન અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેની સુચનાથી LCB PI કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના PSI બી.એમ. દેવમુરારી PSI આર.બી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા દિલીપભાઇ તલાવડીયાએ રેલ્વે સ્ટેશન પાસેથી આરોપી રાયમલ હાજી સંધીને પકડી તેની પૂછપરછમાં આ હથિયાર એકાદ વર્ષ પહેલા હિતુભા ભગતસિંહ ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકો ગીગાભાઇ વાળાએ સપ્લાય કર્યો હોવાનું ખુલ્યું હતું. આથી આ બન્ને આરોપીઓ ખુનની કોશીશ, ફાયરીંગના ગુનામાં જામનગર જીલ્લા જેલમાં હોવાથી જે બન્ને આરોપીઓનો ગુનાના કામે કબજો મેળવી તેઓની ધરપકડ બાદ બન્નેની આકરી ઢબે પુછપરછ કરતા તેમના કબજામાં અન્ય હથિયારો હોવાની કબુલાત કરી હતી.
આરોપીઓએ બાવળની ઝાડીમાં સંતાડી હતી પિસ્તોલ
આરોપી હિતુભા ભગતસિંહ ઝાલાએ આ હથિયાર ઉપરાંત સિક્કા પાટીયા નજીક આવેલા ડીવૈન મોટર ગેરેઝ પાસે બંધ કોમપ્લેક્ષની બાજુમાં બાવળની કાંટમાં જમીનમાં સંતાડેલ , હથિયારોમાં 10 પીસ્તોલ તથા કાર્ટીસ -17 કાઢી આપતા જે તમામ હથિયારો કબજે કરી હિતુભા ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકાને હથીયાર સપ્લાય કરનાર ઇસમની તપાસ ચાલી રહી છે, હિતુભા ઝાલા તથા પ્રવિણ ઉર્ફે ટકોના કબજા હસ્તક 11 પીસ્તોલ કિ.રૂ.2,25,000 / - તથા કાટીસ -19 કિ.રૂ , 1900 નો મળી કિ.રૂ .2,26,900 / - નો મુદામાલ કબજે કરાયો છે.