જામનગર: શહેરમાં અનેક લોકોની જમીનો પચાવી પાડવી અને વિદેશમાં રહીને ખંડણી ઉઘરાવવાનું કામ કુખ્યાત જયેશ પટેલ (Jamnagar Jayesh Patel Case) કરતો હતો. જોકે, લંડનમાં બોગસ પાસપોર્ટના ગુનામાં જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. હવે જામનગર પોલીસે ભૂમાફિયા જયેશ પટેલ સામે (Jamnagar Jayesh Patel Case) સકંજો કસ્યો છે. જામનગર પોલીસે કોર્ટમાં 2,000 પેજની ચાર્જશીટ આજે રજૂ (Police files supplementary chargesheet against Jayesh Patel) કરવામાં આવી છે.
આ પણ વાંચો- નિશા ગોંડલીયાનો આરોપ, ગુજસીટોકના આરોપીઓ વિદેશ ભાગી જવાની ફિરાતમાં
કુખ્યાત જયેશ પટેલ અને તેના સાગરિતો સામે ગુજસીટોકનો મામલો
આ અગાઉ જામનગર પોલીસે 14 જેટલા આરોપીઓને ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે (Police action against land mafia Jayesh Patel ) કર્યા છે. જોકે, ભૂમાફિયા જયેશ પટેલ હજુ પણ ફરાર છે. પોલીસે રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં આ ચાર્જશીટ (Chargesheet in the Special Court of Rajkot) જમા કરાવી હતી. મહત્વનું છે કે, પ્રથમ ચાર્જશીટ 5,000 પેજની (Police files supplementary chargesheet against Jayesh Patel) હતી.
આ પણ વાંચો- ભૂમાફિયા જયેશ પટેલ સહિત ત્રણને સ્પેશિયલ કોર્ટમાં હાજર થવા ફરમાન
જયેશ પટેલ આ રીતે ઉઘરાવતો ખંડણી
ભૂમાફિયા જયેશ પટેલ વિદેશમાં રહી અને જામનગરમાં અનેક લોકોની જમીન પચાવી તેમ જ પોતાના સાગરિતો મારફતે ખંડણી ઉઘરાવવાનું કામ કરતો હતો. જામનગર પોલીસે વિવિધ પૂરાવા સાથે રજૂ કર્યા છે. આ સાથે જ પોલીસે જયેશ અને તેની ગેંગ સાથે થયેલ ખંડણી સંબંધિત ટેલિફોનિક વાતચીત, કોલ રેકોર્ડ સહિતના પૂરાવાઓ એકત્ર કર્યા હતા.