જામનગર : શહેરમાં મહિલાના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી(Family threatened to kill) આપીને અવાર નવાર દુષ્કર્મ આચરીને(Misdemeanor on women) હેરાન કરતો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી ગયો છે. પોલીસે શખ્સ વિરોદ્ધ ગુનો નોંધીને ગણતરીમાં કલાકોમાં ઝડપી પાડ્યો હતો. વર્ષ 2018માં ભાડાથી રેસ્ટોરન્ટ ચલાવતી મહિલા અને તેના પતિને વીસી ફાયનાન્સમાં રૂપિયા રોકવા હતાં, જેથી તેમના ઓળખાણમાં રહેલ શહેરના ગેલેક્સી ટોકીઝ પાસે આવેલ આમીર ફાયનાન્સના સેન્ટર પ્રાઈઝ ધંધાર્થી સલીમ અલ્લારખાભાઈ સમાનો સંપર્ક કર્યો હતો.
નરાધમે મહિલા પર આચર્યું દુષ્કર્મ - નાણા આપ્યા બાદ આરોપીને મહિલાને મળવાનું મન થતા આરોપી સલીમ મળવા જતો હતો. ઘરે જઈને એકલતાનો લાભ લઈને પુત્રો અને પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપીને બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. સલીમ ફોન કરીને હેરાન કરતો હતો અને પંદર દિવસ પહેલા પણ ઘરે આવીને ધમકીઓ આપીને બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. જેથી મહિલાએ કંટાળી આ બાબતની જાણ તેના પતિને કરી હતી અને સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
પોલીસે નરાધમ વિરોદ્ધ કલમો કરી દાખલ - પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સલીમ સામે દુષ્કર્મનો ગુનો નોંધીને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મહિલાની ફરીયાદ પરથી આરોપી સલીમ અલ્લારખા સમા વિરૂદ્ધ IPC -ક્લમ 376 (2) એન, 504, 056 (1) મુજબ ગુનો નોંધ્યો છે.