- જામનગર જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ યોજાઈ
- કર્મચારીઓની ઘટ હોવાથી વિકાસના કામોમાં અવરોધ
- સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યે હોબાળો મચાવ્યો
જામનગર જિલ્લા પંચાયત ખાતે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા વિવિધ ઠરાવો જનરલ બોર્ડમાં પાસ કરવામાં આવ્યા હતાં. જો કે જનરલ બોર્ડમાં શાસક પક્ષના સભ્યે જ હોબાળો કરતા પત્રકારોને જનરલ બોર્ડમાં જવા દેવામા આવ્યા ન હતાં.બાદમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચનીયારાએ પત્રકારો સમક્ષ માફી પણ માગી હતી.
આ પણ વાંચોઃ Board exam cancelled : ટાઈમટેબલ જાહેર કર્યાના 24 કલાકમાં જ ધોરણ 12ની પરીક્ષા રદ
ગ્રામ્ય વિસ્તારોમાં ક્યારે રોડ રસ્તાના કામો પૂર્ણ થશે
હસમુખ કણજારીયાએ જનરલ બોર્ડમાં હોબાળો મચાવ્યો હતો અને પોતાના વિસ્તારમાં વિકાસના કામો થતા ન હોવાની ફરિયાદ કરી છે. જો કે જિલ્લા પંચાયતના પ્રમુખ ચનીયારાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે જિલ્લા પચાયતમાં પૂરતો સ્ટાફ નથી જેના કારણે રોડ રસ્તાના અધૂરા કામો પૂર્ણ થતાં નથી.જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જો કે પ્રમુખે જણાવ્યું કે હવે અધૂરા કામો ફરી શરૂ કરવામાં આવશે અને ગ્રામ્ય કક્ષાએ વિકાસ ફરી વેગવતો બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ રાજકોટમાં મુખ્યપ્રધાન રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ, 29 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર અપાયા