ETV Bharat / city

રાહુલ ગાંધીએ ગુજરાતીઓ પર કરેલી ટિપ્પણી અંગે જામનગર ભાજપે કર્યો વિરોધ

જામનગર શહેર અને જિલ્લા ભાજપ દ્વારા ટાઉનહોલ ખાતે શહેર કોંગ્રેસ કાર્યાલય સામે રાહુલ ગાંધી દ્વારા આસામમાં ગુજરાતીઓના કરવામાં આવેલા અપમાનના મામલે કેન્દ્રિય તેમજ રાજ્ય પ્રધાન તથા સાંસદ સહિતના ઉપસ્થિતિમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જામનગર ભાજપે રાહુલ ગાંધીએ ગુજરાતીઓ પર કરેલી ટિપ્પણી પર કર્યો વિરોધ

author img

By

Published : Feb 16, 2021, 2:56 PM IST

  • રાહુલ ગાંધી દ્વારા ગુજરાતીઓના અપમાન મામલે વિરોધ
  • જામનગરમાં શહેર અને જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન
  • ટાઉનહોલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપનું વિરોધ પ્રદર્શન
  • રાહુલ ગાંધી ગુજરાતીઓની માફી માંગે તેવી માગણી કરાઈ
  • પૂનમબેન માડમ પણ વિરોધ પ્રદર્શનમા જોડાયા

જામનગરઃ રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં આસમ ખાતે ગુજરાત વિરોધી નિવેદનનાં મામલે ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગર શહેરમાં પણ ટાઉનહોલ ખાતે આવેલ શહેર કોંગ્રેસ કાર્યાલયની સામે શહેર અને જિલ્લા ભાજપે સાથે મળી રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રાહુલ ગાંધી ગુજરાતીઓની માફી માંગે તેવી માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જામનગરમાં શહેર અને જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન

કેન્દ્રિય પ્રધાન આર. સી. ફળદુ અને રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા વિરોધ પ્રદર્શનમાં જોડાયા

રાહુલ ગાંધીના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં કેન્દ્રિય પ્રધાન આર. સી. ફળદુ તેમજ રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ પૂનમબેન માડમ અને જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે ભાજપના વિરોધ પ્રદર્શન સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.