ETV Bharat / city

Jamnagar Bhoi caste:જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી હોલિકા દહનની પૂર્વ તૈયારીઓ - હોલિકાને વરદાન

જામનગર ભોઇ જ્ઞાતિ દ્વારા 66 વર્ષથી શાસ્ત્રોક્ત વિધિ આધારિત હોલિકાનું પૂતળું (Statue of Holika) દહન માટે તૈયાર કરવામાં આવે છે. જૂઓ તૈયારીઓનો વિડીયો

Jamnagar Bhoi caste: સૌરાષ્ટ્રની સૌથી મોટી હોલિકા દહનની પૂર્વ તૈયારી જામનગરમા શરૂ

author img

By

Published : Mar 14, 2022, 7:14 PM IST

જામનગર - ભોઇ જ્ઞાતિ સમસ્ત દ્વારા છેલ્લા 66 વર્ષથી શાસ્ત્રોક્ત વાતોને આધારિત હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે. જેમાં ઘાસ, કોથળા, કલર લાકડું, કપડા અને વિવિધ સામગ્રીઓ દ્વારા આ હોલિકાનું પૂતળું(Statue of Holika) તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરના (Jamnagar Bhoi caste )પ્રમુખ અનિલભાઈ ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહક સમિતિની નિમણૂક કરવામાં આવી છે.

હોલિકા મહોત્સવના દિવસે ફાગણ સુદ પૂનમના દિવસે આમંત્રિત મહેમાનોના હસ્તે હોલિકાનો પ્રાગટ્ય કરવામાં આવે છે.

પૌરાણિક કથા - હોળીના તહેવારની પૌરાણિક કથા (Story of the festival Holi)અનુસાર ભગવાનના પરમ ભક્ત પ્રહ્લાદને મારવા માટે હોલિકાને કામ સોંપવામાં આવ્યું હતું. હોલિકાને વરદાન(Blessings to Holika) હતું કે તેને મળેલી ઓઢણી ઓઢીને અગ્નિમાં બેસશે તો તેને અગ્નિ પણ બાળી શકે નહીં આથી તે બાળ ભક્ત પ્રહ્લાદને પોતાના ખોળામાં બેસાડી વરદાનમાં પામેલી ઓઢણી ઓઢીને અગ્નિ પર ચડી ગઈ હતી પરંતુ ભગવાને પોતાના ભક્તોને બચાવવા માટે પવનદેવને કામ સોંપ્યું અને ભારે પવન ફૂંકાતા ઓઢણી ઉડી ગઈ હતી અને જેના કારણે હોલિકા પોતે જ દહન થઈ ગઈ અને પ્રહ્લાદ બચી ગયો અને ત્યારથી દર વર્ષે ફાગણ સુદ પૂનમને દિવસે હોળીનો તહેવાર ઉજવવાની શરૂઆત થઈ હતી આ તહેવાર અધર્મ પર ધર્મનો વિજય ગણવામાં આવે છે.

આ પણ વાંચો: Use of chana in Holi : હોલિકા દહન માટે છાણાનો વેપાર કરતા વિક્રેતાઓને મહેનત પ્રમાણે પૂરતા ભાવ નથી મળતા

કાર્યવાહક સમિતિની નિમણુક - સમાજના યુવાનો વડીલોના માર્ગદર્શન હેઠળ એક મહિના જેટલા લાંબાસમય રાત દિવસ હોલિકાનું પૂતળ બનાવવા મહેનત કરે છે. જેમાં આ વર્ષે ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરના પ્રમુખ અનિલભાઈ ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહક સમિતિની નિમણૂક કરવામાં આવી છે. જેના અધ્યક્ષ તરીકે રૂપેશભાઈ વારા, ઉપાધ્યક્ષ બીપીનભાઈ વારા, કોષાધ્યક્ષ ચંદ્રેશભાઇ વારા, સભ્ય સંજયભાઈ દાઉદીયા, સભ્ય મયૂર વારાની દેખરેખ હેઠળ હોલિકા સર્જક તરીકે ભરતભાઈ ગોંડલીયા તથા રવિ વારા તેમજ રમેશભાઈ જેઠવા તેમજ આભૂષણ માટે અલ્પેશભાઈ વારા, સની કુંભારાણા, કપિલ જેઠવા, વૈભવ જેઠવા, પ્રતીક જેઠવા સહિતના નામી અનામી ગ્રુપો અને યુવાનો સાથે મળી સમગ્ર આભૂષણ તૈયાર કરે છે.

ભોઇ જ્ઞાતિ સમસ્ત દ્વારા છેલ્લા 66 વર્ષથી શાસ્ત્રોક્ત વાતા આધારિત હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે.

આ પણ વાંચો: અષાઢી અમાસ નિમિત્તે ભરૂચના ભોય જ્ઞાતિ પંચ દ્વારા મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરાઈ

આમંત્રિત મહેમાનોના હસ્તે હોલિકાનો પ્રાગટ્ય કરવામાં આવે છે - હોલિકા મહોત્સવના દિવસે ફાગણ સુદ પૂનમના દિવસે આમંત્રિત મહેમાનોના હસ્તે હોલિકાનો પ્રાગટ્ય કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં જામનગર શહેર તેમજ જિલ્લા અને સમગ્ર ભારતમાંથી હોલિકાને નિહાળવા લાખોની સંખ્યામાં લોકો ભોઇવાડામાં આવેલ હોલિકા ચોકમાં (Holika Chowk in Bhoiwada) પધારે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.