જામનગર- જામનગરના આણદા ગામમાં ગેરકાયદે ખનીજ ચોરી મામલે ગ્રામજનો એસપી કચેરીએ પહોંચ્યાં હતાં. જામનગરના આણદા ગામમાં ગેરકાયદે ખનીજ ચોરી થતી હોવાના કારણે ગ્રામજનોએ જિલ્લા પોલીસવડાની કચેરીએ (Jamnagar SP Premsukh Delu)આવેદનપત્ર આપ્યું હતું. રાત્રિના સમયે રેતીની ગેરકાયદે ચોરી થતી (Illegal theft of sand in Jamnagar )હોવાની ગ્રામજનોની ફરિયાદ હતી. રેતી ચોરી અટકાવવામાં નહી આવે તો ગ્રામજનો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આક્ષેપ છે કે મહિલા સરપચનો પુત્ર (Complaint against the son of Sarpanch of Anada village )બેફામ ખનીજ ચોરી કરી રહ્યો છે.
આવેદનપત્રમાં ખનીજ ચોર પુત્રના પિતાએ કરી સહી- રેતી ચોરીના (Illegal theft of sand in Jamnagar )આ મામલામાં અપાયેલા આવેદનપત્રમાં ખુદ પિતાએ પુત્રની આવી ગેરકાયદે પ્રવૃત્તિઓથી કંટાળેલા આવેદનપત્રમાં સહી કરી છે.આણદા ગામમાં રહેતા ધર્મેશ ભડેરી નામના ઇસમનો એવો ખોફ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી તેઓ રાત્રિના સમયે ખનીજ ચોરી કરે છે એવું ગ્રામજનો જણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ પોરબંદરમાં ફિસરીઝ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની રેતી ચોરી મામલે કોંગ્રેસ દ્વારા CBI તપાસની માગ
હવે ખેતરોમાંથી પણ રેતી ચોરવામાં આવે છેઃ મહિલા સરપંચનો પુત્ર ધર્મેશ ભંડેરી છેલ્લા ત્રણ વર્ષથી આણદા ગામમાં આવેલી નદીમાં રેતીની (Illegal theft of sand in Jamnagar ) ચોરી કરતો હતો. જોકે હવે આ ધર્મેશ ભંડેરી ખેડૂતોના ખેતરોમાં પણ રેતી ચોરી (stealing sand from rivers and farms )કરવા લાગ્યો છે. જેના કારણે ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. આખરે આ ગ્રામજનો જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને (Jamnagar SP Premsukh Delu)રજૂઆત કરવા માટે આવ્યા હતાં અને આગામી દિવસોમાં ખનીજ ચોર ધર્મેશ ભંડેરીની સામે કાયદેસરના પગલાં લેવાય તેવી માગ કરી છે
આ પણ વાંચોઃ ઉપલેટામાં વેણુ નદીમાંથી રેતીની ચોરીની ફરિયાદ બાબતે મામલતદારને આવેદન