ETV Bharat / city

જામનગર પંથકમાં મેઘ મહેર, બે તાલુકામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ

જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જામનગરના કાલાવડ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના 2 તાલુકામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે.

જામનગરમાં ધોધમાર વરસાદ
જામનગરમાં ધોધમાર વરસાદ
author img

By

Published : Jul 25, 2021, 7:32 PM IST

  • જામનગરના બે તાલુકામાં ધોધમાર વરસાદ
  • બે કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો
  • ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ

જામનગર: જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો છે. કાલાવડ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તાલુકાના મૂંળીલા, નપાણીયા ખીજડીયા, બાલાભડી, રીનારી, ફગાસ સહિત અનેક ગામોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસ્યો હતો.

વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

કાલાવડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં સતત 2 કલાકથી વધુ સમય સુધી વરસાદ વરસ્યો હતો. જામનગરના બે તાલુકામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ પડયો છે. ભારે વરસાદને પગલે જિલ્લાના નાના-મોટા તમામ ચેકડેમ ભરાયા છે. ખેડૂતોએ વાવેલા પાકમાં વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેતરમાં ઉભા પાક પર વરસાદ કાચા સોના બરાબર વરલી રહ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

જામનગર પંથકમાં મેઘ મહે

નદી નાળાઓમાં આવ્યાં પૂર

જામનગર શહેરમાં સવારે પાંચ વાગ્યે વરસાદ ખાબક્યો હતો. જામનગર પંથકના કાલાવડમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદ પડતા નદી નાળાઓમાં પૂર આવ્યાં છે અને ચેકડેમો પણ ભરાયા છે. ખાસ કરીને વરસાદના કારણે ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આગાહી અનુસાર વરસાદ વરસ્યો

જામનગર પંથકમાં ચાર દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે. જામનગરની સાથે સાથે દેવભૂમિ દ્વારકામાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે જામનગર અને દેવભૂમિ પંથકમાં વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે દરિયા કિનારાના જામનગર અને દેવભૂમિ દ્વારકા પંથકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.