જામનગરઃ હવામાનવિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તે મુજબ જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ચાર ઈંચથી 16 ઈંચ જેટલો વરસાદ જામનગર જિલ્લામાં નોંધાયો છે. જામનગર જિલ્લાના કાલાવડમાં સૌથી વધુ 16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે તો જામનગરની રંગમતી અને નાગમતી નદીમાં ભારે પૂર આવ્યું છે.
જામનગર જળબંબાકારઃ રંગમતી-નાગમતી બે કાંઠે, ટ્રક પાણીમાં ગરકાવ
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે સમગ્ર વિસ્તાર ઘમરોળી નાંખ્યો છે. જામનગર જિલ્લામાં ચોમાસાની પ્રારંભે જ સાર્વત્રિક વરસાદને લઇને એકતરફ ખેડૂતો સારા વરસાદને કારણે ખુશ પણ છે ત્યારે બીજીતરફ વરસાદી પાણીની નવી આવકને કારણે જળસંગ્રહમાં વધારો થયો છે. રંગમતી અને નાગમતી નદી હાલ બે કાંઠે વહી રહી છે.તો, જામનગરમાં પાણી ભરાતાં ટ્રકો પાણીમાં ફસાઈ ગઈ હતી.