ETV Bharat / city

જામનગર જિલ્લામાં ગોપ ગામ અને સુરભી એપાર્ટમેન્ટ હોટસ્પોટ - જામનગરમાં કોરોના કેસ

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક બની ગયું છે. બુધવારે શહેર-જિલ્લામાં નવા 36 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો 15 દર્દીઓ સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે. હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા સુરભી એપાર્ટમેન્ટમાં 7 પોઝિટિવ કેસ અને ગોપ ગામમાં એકસાથે 11 પોઝિટિવ કેસો નોંધાતા હોટસ્પોટ તરીકે ઉપસી આવ્યા છે.

જામનગર જિલ્લામાં ગોપ ગામ અને સુરભી એપાર્ટમેન્ટ હોટસ્પોટ

author img

By

Published : Mar 25, 2021, 4:13 PM IST

  • શહેરમાં સુરભી એપાર્ટમેન્ટ બન્યું હોટસ્પોટ
  • 3 પરિવારના કુલ 7 સભ્યોને થયો કોરોના
  • મોટી ગોપ ગામે એક જ દિવસમાં 11 પોઝિટિવ કેસો

જામનગર: બુધવારે શહેર-જિલ્લામાં નવા 36 પોઝિટિવ કેસ નોંધાયા હતા. શહેરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા સુરભિ એપાર્ટમેન્ટમાં 3 પરિવારના 7 વ્યક્તિઓ કોરોનાની ઝપટે ચડી ગયા છે. મહાજન અગ્રણી સહિત તમામ 7 દર્દીઓને હાલ હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મોટી ગોપ ગામમાં એકસાથે 11 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણની તપાસ શરૂ કરીને તકેદારીના પગલા હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: કોરોના વકર્યો તો જવાબદાર કોણ ? રાત્રી કર્ફ્યૂ અને ધુળેટી પર પ્રતિબંધ છતા SOU તો ચાલું જ રહેશે !

જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 35 દર્દીઓના મોત

ગુજરાતમાં બુધવારે કોરોનાના કેસનો નવો રેકોર્ડ સર્જાયો હતો. એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 1730 કેસ નોંધાયા હતાં. બીજી તરફ જામનગર શહેરમાં પણ કોરોનાનો વધતો વ્યાપ ચિંતાજનક બની રહ્યો છે. જામનગર શહેરમાં બુધવારે કોરોનાના નવા 23 કેસ નોંધાયા હતાં. જ્યારે 10 દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જામનગર ગ્રામ્યમાં બુધવારે નવા 13 કેસ નોંધાયા હતાં. જેની સામે 5 દર્દીઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સત્તાવાર રીતે કોરોનાથી કુલ 35 દર્દીઓના મૃત્યુ નોંધાઇ ચૂકયા છે.

શું કહે છે કોરોના નોડલ ઓફિસર?

જામનગર જી જી હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. ચેટરજી જણાવે છે કે, ઉનાળાની શરૂઆત થતા જ કોરોનાના કેસ વધ્યા છે. જોકે, લોકો પણ એટલી જ બેદરકારી દાખવી રહ્યા છે. લોકો ભીડમાં એકઠા થઇ રહ્યા છે અને માસ્ક પણ નથી પહેરી રહ્યા. જે અંગે લોકોએ તકેદારી રાખવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.