જામનગર: જામનગરમાં રણજિતસાગરમાં યુવકે જંપલાવી કરી આત્મહત્યા હતી. ક્રિકેટના સટ્ટામાં મૃતક પાંચ લાખ હારી (Jamnagar Suicide Case) ગયો હતો. જેનો રણજિતસાગરમાં મૃતદેહ મળેલો હતો. પોલીસે 306નો ગુનો નોંધી (Crime under Act 306) આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા.
મૃતક યુવકની ઓળખ થઈ
જામનગર નજીક આવેલા રણજીતસાગર ડેમમાં કોઇ યુવકનો મૃતદેહ હોવાની જાણના આધારે ફાયર ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને સ્થળ પરથી મૃતદેહનો કબજો સંભાળી ઓળખ મેળવતા આ મૃતદેહ જામનગરના નિલકમલ સોસાયટીમાં આવેલા જાગૃતિનગર વિસ્તારમાં શંકરના મંદિર સામે રહેતાં સુનીલ વેજાનંદ ચાવડા (ઉ.વ.21) નામના યુવકનો હોવાની ઓળખ થઈ હતી.
મીત હમીર ભારવડિયા પાસે બાઈક ગીરવે રાખ્યું હતું
ત્યારબાદ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેના આધારે મૃતકના પિતા વેજાણંદભાઈ અરશીભાઈ ચાવડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક સુનીલ ચાવડા (Sunil chavda Suicide)જામનગરના મીત હમીર ભારવડિયા પાસે ક્રિકેટના સટ્ટામાં પાંચ લાખની રકમ હારી ગયો હતો અને આ પાંચ લાખની રકમની ઉઘરાણી પેટે મીત એ સુનીલનું રૂપિયા 70,000ની કિંમતનું બાઈક ગીરવે રાખ્યું હતું. તેમજ પૈસાની ઉઘરાણી માટે અવાર નવાર દબાણ કરી મારી નાખવાની ધમકી (Death threat )આપતો હતો.
આ પણ જાણો: અમદવાદમાં ક્રિકેટનાં સટ્ટામાં પૈસાની લેતીદેતી મામલે કરાયું અપહરણ
ધમકીના ત્રાસથી કંટાળી કરી આત્મહત્યા
પૈસાની ઉઘરાણી માટે (Cricket Betting )મળતી ધમકીના ત્રાસથી કંટાળીને સુનીલે સોમવારે રણજીતસાગર ડેમમાં જંપલાવી આત્મહત્યા કરી હતી. આ બનાવમાં યુવકનો મૃતદેહ મળી આવતા પિતા વેજાણંદભાઈએ મીત ભારવડિયા વિરૂદ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે PSI જે ડી પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.