જો કે હોસ્પિટલના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જામનગરના રામેશ્વરનગરમાં રહેતી મહિલા તબીબ મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેની ઉંમર 27 વર્ષ છે. જેની તબીયત હાલ સુધારા પર છે.
આમ, ખુદ ડોક્ટરને જ કોંગો ફિવર પોઝિટિવ આવતા ડૉક્ટર્સમાં દોડધામ મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરના હળવદમાં એક સાથે 11 જેટલા મજૂરોને કોંગો ફિવરની અસર થઈ હતી. જો કે તમામ મજૂરોનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રે હાશકારો અનુભવ્યો હતોં.