ETV Bharat / city

જામનગરમાં કોરોનાના કેસ રોકવા તંત્ર સજ્જ - જામનગર મહાનગરપાલિકાના કમિશનર

જામનગરમાં કોરોનાના વધતા કેસને જોતા વહિવટી તંત્ર સાબદું બન્યું છે. મંગળવારે જામનગર જિલ્લા કલેક્ટર એસ. રવિશંકરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ વિભાગ તેમજ હોસ્પિટલના તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ છતાં લોકો માસ્ક વગર અને બેફામ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે.

જામનગરમાં કોરોનાના કેસ રોકવા તંત્ર સજ્જ
જામનગરમાં કોરોનાના કેસ રોકવા તંત્ર સજ્જ
author img

By

Published : Mar 23, 2021, 4:25 PM IST

  • જામનગરમાં સતત વધી રહી છે કોરોનાના કેસની સંખ્યા
  • જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું કરાયું આયોજન
  • બેઠકમાં મનપાના કમિશનર અને પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચોઃ જામનગરમાં વેક્સિનેશનને લઈ વહીવટીતંત્ર સજ્જ, 8 સ્થળોથી અપાશે કોરોના વેક્સિન

જામનગરઃ જામનગરમાં પણ અન્ય શહેરોની સરખામણીએ હવે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના પગલે જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે મંગળવારે પત્રકાર પરિષદ યોજી હતી. આ અગાઉ અધિકારીઓ તેમજ તબીબો સાથે કોરોનાની હાલની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ, હાલમાં લોકો કોરોનાની કાળજી બાબતે બેદરકારી દાખવતા જોવા મળી રહ્યા છે.

જામનગરમાં સતત વધી રહી છે કોરોનાના કેસની સંખ્યા

લોકો માસ્ક નથી પહેરતાં કે ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા

જામનગરમાં જે રીતે લોકો કોરોના બાબતે બેદરકારી દાખવી રહ્યા છે, જેના પગલે શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરીથી વધી શકે છે ત્યારે હવે કેસોમાં સતત વધારો જોવા મળશે તો વહિવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું. આ બાબતે પોલીસને પણ તાકીદની સૂચના આપી દેવામાં આવી છે, તેમજ જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજ્યમાં વધતા જતા કેસને લઈ અમદાવાદ સિવિલ તંત્ર સજ્જ

હવેથી માસ્ક વિના લોકો નીકળશે તો થશે દંડ

ખાસ કરીને લોકો પણ હવે કોરોના મામલે જાગૃત થાય તેમ જ શહેર અને જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર પર કોરોનાના ટેસ્ટિંગ કરાવે તેમ જ કોરોના પ્રતિરોધક રસીઓ મૂકાવે તથા કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકો પણ જાગૃત થઈ વહિવટી તંત્રને મદદ કરે અને જામનગર શહેરમાં કોરોના સંક્રમણમાં અન્ય શહેરોની જેમ વધારો જોવા મળશે તો રાત્રિ કરફ્યૂ સહિતના પગલાં પણ લેવામાં આવી શકે તેવી પણ વાત જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.