ETV Bharat / city

જામનગરમાં બ્રાસપાર્ટ ઉદ્યોગને કોરોના ગ્રહણ - Global epidemic

કોરોના વૈશ્વિક મહામારીને કારણે તમામ વેપાર ધંધા ઠપ થઈ ગયા છે જેના કારણે તમામ ઉદ્યાગકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે.

zz
જામનગરમાં બ્રાસપાર્ટ ઉદ્યોગને કોરોના ગ્રહણ
author img

By

Published : May 29, 2021, 8:52 AM IST

  • કોરોના મહામારીને કારણે વેપારીઓની કફોડી હાલત
  • બ્રાસપાર્ટના કારખાના છેલ્લા 1 વર્ષથી બંધ
  • નવા ઉદ્યોગો પાયમાલ

જામનગર: કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે રાજ્યમાં પ્રથમ લોકડાઉન બાદ મીની લોકડાઉન લાદવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે તમામ ધંધા બંધ હાલતમાં છે જેના કારણે વેપારીઓ તેમજ ઉદ્યોગકારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેરમાં 6 હજાર જેટલા છે બ્રાસપાર્ટના કારખાના

જામનગર બ્રાસ સીટી તરીકે ઓળખવામાં આવે છે જામનગરમાં અંદાજિત બ્રાસપાર્ટના 6000 જેટલા કારખાના આવેલા છે. કોરોના મહામારી પહેલા અનેક નવા ઉદ્યોગકારોએ બ્રાસ ઉદ્યોગમાં પોતાના પ્લાન્ટ શરૂ કર્યા હતા. જો કે છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારી હોવાના કારણે નવા ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાની ભોગવવી પડી રહી છે.

40 ટકા કારખાનાઓ છે બંધ હાલતમાં

જામનગર બ્રાસ ઉદ્યોગમાં 40 ટકા જેટલા કારખાનાઓ છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે. જેમાં મોટાભાગના કારખાનાઓ કોરોના મહામારી પહેલાં જ શરૂ કરવામાં આવ્યા હતા. સતત કથળતી બ્રાસપાર્ટ ઉદ્યોગની હાલત માટે રાજ્ય સરકારે પેકેજ આપવું જોઈએ તેવું બ્રાસ એસોસિએશનના પ્રમુખ જણાવી રહ્યા છે.

જામનગરમાં બ્રાસપાર્ટ ઉદ્યોગને કોરોના ગ્રહણ

આ પણ વાંચો : છૂટક વેપારને સહાયની જરૂર છે ખરી?

નવા ઉધોગકારો થયા પાયમાલ

ખાસ કરીને બ્રાસ પાર્ટસ ઉદ્યોગમાં જે ઉદ્યોગકારોએ નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, તે ઉદ્યોગકારો કોરોના મહામારીમાં પાયમાલ થયા છ. જો કે લાખો રૂપિયાનું રોકાણ કર્યા બાદ એક પણ રૂપિયાનો નફો આ ઉધોગકારોને મળ્યો નથી, તો મોટા ભાગના ઉધોગકારો બેકમાંથી લૉન લઈ કારખાના શરૂ કર્યા છે.

કારખાનાઓ બંધ કરવામાં આવી રહ્યા

બ્રાસપાર્ટ ઉદ્યોગ ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે સંકળાયેલો ઉદ્યોગ છે કારણકે જામનગરમાં બ્રાસપાર્ટ ઉદ્યોગમાં જે માલ બનાવવામાં આવે છે તે વિદેશમાં નિકાસ કરવામાં આવે છે કારણ કે કોરોના મહામારી હોવાના કારણે આ માલ વિદેશમાં મોકલી શકાતું નથી. જેના કારણે બ્રાસપાર્ટના ધંધાર્થીઓએ કારખાના જ બંધ કરી દીધા છે. બ્રાસપાર્ટ ઉદ્યોગમાં મોટા ભાગે પરપ્રાંતિય મજૂરો રોકાયેલા હોય છે જોકે કોરોના મહામારી હોવાના કારણે આ મજૂરો પોતાના દેશમાં ચાલ્યા ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.