- જામનગરના દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામની કલેક્ટર-SPએ લીધી મુલાકાત
- જામનગરના દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર 200 જેટલી ખોલી બનાવવામાં આવી છે
- જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરે ગેરકાયદેસર બનાવેલી ખોલી નકશામાં પણ જોઈ
જામનગરઃ જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર અને જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રનની ટીમે એકસાથે દરેડ વિસ્તારની મુલાકાત લીધી હતી. અહીં બંને અધિકારીઓએ ગેરકાયદેસર બનાવવામાં આવેલી ખોલીઓને નકશામાં પણ જોઈ હતી. જોકે, જામનગર શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે અને દરેડમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામો રાતોરાત ખડકી દેવામાં આવ્યા છે.
હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ઠંડીમાં ઠુઠવાઈને લોકોના મોત પણ થઈ રહ્યા છે ત્યારે દરેડમાં રહેતા સ્થાનિકોએ રજૂઆત કરી છે કે, શિયાળામાં તેમના ઘરો તોડવામાં આવશે તો નાના બાળકોને લઈ ક્યાં જશે.
સ્થાનિકોએ ડિમોલિશન અટકાવવા રાજ્યપ્રધાનને પણ કરી હતી રજૂઆત
જોકે, સ્થાનિકોએ આ ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન અટકાવવા સ્થાનિક નેતા અને રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાને રજૂઆત પણ કરી હતી