ETV Bharat / city

અરવિંદ કેજરીવાલ આવતીકાલે જામનગરમાં, આ ઉમેદવારને મળી શકે છે પાર્ટીની ટિકિટ - Jamnagar Oshwal Centre

દિલ્હીના મુખ્યપ્રધાન અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આવતીકાલે (6 ઓગસ્ટે) જામનગર (Arvind Kejriwal Jamnagar Visit ) આવશે. તો હવે જામનગરમાં હવે નવાજૂની થવાના પૂરતા એંધાણ દેખાઈ રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ આવતીકાલે જામનગરમાં, આ ઉમેદવારને મળી શકે છે પાર્ટીની ટિકિટ

author img

By

Published : Aug 5, 2022, 8:23 AM IST

Updated : Aug 5, 2022, 10:58 AM IST

જામનગરઃ રાજ્યમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. તેવામાં આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણીમાં પદાર્પણ કરવા માટે થનગની રહી છે. AAPએ ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે જ AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પણ સતત વધી રહ્યા છે. તેને જોતા લાગી રહ્યું છે કે, હવે AAP મિશન 2022 પર (AAP Mission 2022) નીકળી ગઈ છે.

AAPના શહેર પ્રમુખની ઉમેદવાર તરીકે જાહેરાત થવાની શક્યતા

શહેરને નવા પ્રમુખ મળે તેવી શક્યતા - તો હવે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવતીકાલે (6 ઓગસ્ટે) જામનગર (Arvind Kejriwal Jamnagar Visit) આવશે. ત્યારે હવે અહીં નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. જામનગરમાં AAPના શહેર પ્રમુખ કરસન કરમુરની ઉમેદવાર તરીકે (Jamnagar AAP city president Karsan Karamur) જાહેરાત થાય તેવી શક્યતા છે. આ પહેલા જ્યારે અરવિંદ કેજરીવાલ રાજકોટ (Arvind Kejriwal Rajkot Visit) આવ્યા હતા. ત્યારે તેમણે ઈન્દ્રનિલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયાના નામની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો-Delhi CM Kejrival in Bhavnagar : દારૂબંધીમાં દારૂ પકડાય અને દારૂના નામે ઝેરી દવા પાય એ ગંભીર બાબત

વેપારીઓની સમસ્યા સાંભળશે કેજરીવાલ - AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ 6 ઓગસ્ટે જામનગરમાં પણ વેપારીઓ સાથે સંવાદ (Arvind Kejriwal with Traders of Jamnagar) કરશે, જેમાં જામનગરના જથ્થાબંધ વેપારીઓ, ઈન્ડસ્ટ્રીયલ, રિટેલ વેપારીઓને સાંભળશે. તેમની સાથે યોજાયેલા આ સંવાદમાં તેમને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો હાથ ધરાશે. આ કાર્યક્રમ જામનગર શહેરના આવેલ ઓશવાળ સેન્ટર ખાતે (Jamnagar Oshwal Centre) યોજવામાં આવ્યું છે.

આ પણ વાંચો- ભાજપના ભ્રષ્ટાચારને કારણે દેવામાં ડૂબ્યું ગુજરાત: કેજરીવાલ

રાજકોટના વેપારીઓને પણ મળ્યા હતા કેજરીવાલ - તાજેતરમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રાજકોટ ખાતે વેપારીઓ સાથે સંવાદ (Arvind Kejriwal Rajkot Visit) કર્યો હતો. ત્યારબાદ વેપારીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ તે અંગે નિવારણ કરવા માટે જણાવ્યું હતું.

Last Updated : Aug 5, 2022, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.