કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગપ્રધાન નિતીન ગડકરીએ (Union Road Transport and Highways Minister Nitin Gadkari) જણાવ્યું છે કે NHAI દ્વારા વિકસાવવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ કોરિડોર પૈકી એક અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર (Jamnagar Greenfield Corridor)સંપૂર્ણ ક્ષમતામાં બનાવવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ કોરિડોર (NHAI Amritsar Jamnagar Greenfield Corridor Project ) સપ્ટેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ગડકરીએ ખાસ કરીને ટ્વીટ્સની શ્રેણીમાં જણાવ્યું હતું કે, બિકાનેરથી જોધપુર 277 કિમીના સેક્શનને આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરીને જાહેર જનતા માટે ખોલવાનું લક્ષ્ય છે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય માર્ગ-પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જોજીલા ટનલના નિર્માણ કાર્યનો શુભારંભ કર્યો
1,224 કિમી લાંબો માર્ગ- ગડકરીએ (Union Road Transport and Highways Minister Nitin Gadkari) જણાવ્યું હતું કે ફ્લેગશિપ 1,224 કિમી લાંબો અમૃતસર - ભટિંડા - જામનગર કોરિડોર (Jamnagar Greenfield Corridor)કુલ રૂ. 26,000 કરોડના મૂડી ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે અને તે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત ચાર રાજ્યોના અમૃતસર, ભટિંડા, સાંગરિયા, બિકાનેર, સાંચોર, સામખિયાળી અને જામનગરના આર્થિક નગરોને જોડશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગ્રીનફિલ્ડ કોરિડોરના નિર્માણ સાથે અમે દેશમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.
આ પણ વાંચોઃ નીતિન ગડકરીએ ગુજરાતની કંપની બંધ થવા અંગે કહી આ વાત, વાંચો તેમનો ખાસ ઇન્ટરવ્યુ...
નિતીન ગડકરીએ (Union Road Transport and Highways Minister Nitin Gadkari) કહ્યું કે કોરિડોર (Jamnagar Greenfield Corridor)દેશના ઉત્તરીય ઔદ્યોગિક અને કૃષિ કેન્દ્રોને પશ્ચિમ ભારતના મુખ્ય બંદરો જેમ કે જામનગર અને કંડલા સાથે જોડશે. આનાથી બદ્દી, ભટિંડા અને લુધિયાણાના ઔદ્યોગિક પટ્ટાને સ્પર્સ દ્વારા અને જમ્મુ અને કાશ્મીર રાજ્યને દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે દ્વારા જોડતી ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપવામાં મદદ મળશે, એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ટ્રાન્સ-રાજસ્થાન કોરિડોર ટ્રાન્ઝિટ સમય અને ઇંધણના લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે, સ્પર્ધાત્મક વૈશ્વિક નિકાસ બજારમાં ઊંચો રહેવામાં મદદ કરશે.