જામનગર: જીલ્લામાં દારૂ અને જુગાર નાબુદ કરવા અને તેના પર રોક લગાવા માટે અધિક્ષક પ્રેમસુખ ડેલુંની સુચનાથી SOG ના I/C પોલીસ ઇન્સપેક્ટર આર.વી.વીંછી દ્વારા જામનગર જીલ્લામાં (cricket gambling in Jamnagar)આ બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેમાં જામનગર જીલ્લામાં પેટ્રોલીંગ દરમિયાન બે સ્થેળે રેઈડ પાડી હતી અને ક્રીકેટ પર સટ્ટો રમતા ઇસમોને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો: MD Drugs Seized in Ahmedabad : SOG ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, આરોપીની પૂછપરછમાં મળી ચોંકાવનારી માહિતી
સિધ્ધનાથ હોટલમાં પાડી રેડ: SOG સ્ટાફ જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરતો હતો તે દરમિયાન પોલીસ હેડ કોન્સટેબલ સંદીપ ચુડાસમા તથા દીનેશ સાગઠીયાને બાતમી મળી હતી. જેમાં શરૂ-સેકશન રોડ (4 accused caught in Jamnagar) પર સિધ્ધનાથ હોટલમાં ટીવી ઉપર જાહેરમાં બે ઇસમો પોતાના મોબાઇલમાં IPL ટી-20 ક્રિકેટ મેચનુ લાઇવ પ્રસારણ જોઈને મોબાઇલ ફોનથી મેચની હારજીત તથા રનફેરનો સટ્ટો રમતા હતા.
આ પણ વાંચો: Arms Act Crime : પીસ્ટલ અને જીવતા કારતૂસો સાથે યુવાન ઝડપાયો, ક્યાં અને કેવી રીતે પકડાયો તે જાણો
જુગારધારા 12 મુજબ ગુનો દાખલ: ચોક્કસ બાતમીના આધારે રેઈડ કરતા આરોપી (gambling cricket) કરણ વશરામભાઇ પરમાર તથા જિતેન્દ્ર ઉર્ફે જીતુ મનસુખલાલ વિઠ્ઠલાણીને રોકડ રકમ તથા મોબાઇલ ફોન સાથે કુલ કીંમત રુપિયા 26,800 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં કરશન સોલંકી નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પકડાયેલા ઇસમો વિરૂદ્ધ "બી" ડીવીઝન પોલીસે જૂગારધામની કલમ જુગારધારા 12 મુજબ ગુનો દાખલ કર્યો હતો.