- કોરોના કેસ વધતા કલેકટરે આપી ચેતવણી
- માસ્ક ફરજીયાત અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સલાહ
- જામનગર હોસ્પિટલમાં 100થી વધુ કોરોના દર્દી સારવાર હેઠળ
જામનગરઃ સમગ્ર દેશમાં ચૂંટણી બાદ કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે અલગ-અલગ શહેરમાં પણ કોરોનાના વધતા કેસના કારણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. કોરોનાના કેસ વધતા સરકારે લોકોને ઘરમાં જ રહેવાની અને માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. ત્યારે જામનગરમાં પણ કરોનાનો આંકડો વધતા કલેક્ટરે લોકોને ચેતવણી આપી હતી.
કલેકટરે લોકોને કર્યા સાવધાન
રાજ્યમાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. તો જામનગરમાં પણ સતત વધતા કોરોનાના કેસને લઈ જિલ્લા કલેક્ટર એસ રવિશંકરે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે સાથે કલેક્ટરે લોકોને સાવધાન પણ કર્યા છે, જે લોકો માસ્ક વિના ઘરની બહાર નીકળી રહ્યા છે. તેમને માસ્ક પહેરવાની સલાહ આપે છે અને સોશિયલ ડિસ્ટનસનું ધ્યાન રહે તેવું પણ સૂચન કર્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૦ દિવસથી કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, તો જામનગર શહેરમાં પણ છેલ્લા દસ દિવસથી રોજના 40થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં કોરોનાની ઝપેટમાં આવનાર સૌથી વધુ યુવાનો, 60 ટકા યંગસ્ટર પોઝિટિવ આવ્યા
ગઈ કાલે કોવિડ હોસ્પિટલમાં પાંચ વ્યક્તિના નિપજ્યા મોત
ઉનાળાની શરૂઆત થતાં જ જામનગરમાં કોરોના કેસમા સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, એ મહત્વનું છે જામનગરની હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પણ અનેક લોકો પામી રહ્યા છે. 31 માર્ચે કોવિડ હોસ્પિટલમાં પાંચ જેટલા લોકોના મોત નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં 100થી વધુ કોરોનાના દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે, તો હોસ્પિટલમાં ઓક્સિજનની પણ પુરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ જામનગરમાં કોરોનાના કેસ રોકવા તંત્ર સજ્જ