ETV Bharat / city

કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયાએ જામનગર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી - ગાર્ડ ઓફ ઓનર

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયાએ 31 માર્ચ, 2021ના રોજ જામનગર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયાએ જામનગર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

author img

By

Published : Apr 1, 2021, 4:29 PM IST

  • જવાનોનો જુસ્સો વધાર્યો
  • 31 માર્ચના રોજ લીધી મુલાકાત
  • એર માર્શલે કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવા જણાવ્યું

જામનગર: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એસ. કે. ઘોટિયા PVSM, AVSM, ADC અને એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના અધ્યક્ષ નિર્મલા ઘોટિયાએ 31 માર્ચ, 2021ના રોજ જામનગર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી.

એર માર્શલે કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવા જણાવ્યું

ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું

જામનગર એર ફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર એમ.એસ. દેશવાલ, વાયુ સેના મેડલ અને એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (સ્થાનિક)ના અધ્યક્ષા શ્રીમતી જ્યોતિ દેશવાલે તેમનું સ્વાગત કર્યું હતું. એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલને 'ગાર્ડ ઓફ ઓનર' આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એર માર્શલને સ્ટેશનની હાલની પરિચાલન તૈયારીઓ, પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિ અને સ્ટેશન દ્વારા કરવામાં આવતી પૂર્વતૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ દક્ષિણ-પશ્ચિમી એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલે ભુજ એરફોર્સની મુલાકાત લીધી

વાયુ સેનાના યોદ્ધાઓ દ્વારા કરવામાં આવેલી આવિષ્કારની કરી પ્રશસા

તેમણે સ્ટેશનના વિવિધ પરિચાલન ઇન્સ્ટોલેશનનું નિરીક્ષણ કર્યું હતું અને રાષ્ટ્રની પશ્ચિમી સરહદની સુરક્ષા માટે આ સ્ટેશન દ્વારા નિભાવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી. સ્ટેશન ખાતે વાયુસેનાના યોદ્ધાઓ દ્વારા કરવામાં આવેલા કેટલાક આવિષ્કારોની પણ તેમણે પ્રશંસા કરી હતી

આ પણ વાંચો : આજે ભારતીય વાયુ સેના દિવસ, જુઓ ગાજીયાબાદ હિંડન એયર ફોર્સ સ્ટેશનથી LIVE

એર માર્શલે વાયુસેનાના યોદ્ધાઓ સાથે સંવાદ કર્યો

આ મુલાકાત દરમિયાન એર માર્શલે વાયુસેનાના યોદ્ધાઓ સાથે સંવાદ કર્યો હતો અને તમામ સંભવિત ઘટનાઓને નિયંત્રણમાં લેવા માટે તેમને સંપૂર્ણ સજ્જ રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે તમામ સંગઠનાત્મક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ગતિશીલ અભિગમની જરૂરિયાત હોવાની બાબતને રેખાંકિત કરી હતી. તેમણે તમામ કર્મીઓને પ્રવર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવા માટે અને એરોસ્પેસની સલામતી, માર્ગ સલામતી તેમજ સાઇબર સલામતીના તમામ ધોરણોનું હંમેશા પાલન કરવા માટે અનુરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.