ETV Bharat / city

જામનગરના નવાનગર નેચર ક્લબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી - જામનગર 5મી જુન ઉજવણી ન્યુજ

5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત જામનગરના નવાનગર નેચર ક્લબ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે હાપા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

author img

By

Published : Jun 5, 2020, 2:18 PM IST

જામનગર: નવાનગર નેચર ક્લબ દ્વારા દર વર્ષે 5 જૂને સાયકલ રેલી, વૃક્ષારોપણ કાર્યક્રમ વગેરે દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે, પરંતુ હાલ કોરોના વાઈરસની મહામારીના કારણે આ વર્ષે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી છે.

નવાનગર નેચર ક્લબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે હાપા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન અને માસ્ક સાથે આ સંપૂર્ણ કાર્યક્રમ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યો હતો. આ તકે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ કહ્યું હતું કે, પ્રકૃતિ અને જનજીવનનો સંગાથ ખૂબ મહત્વનો છે. તાપમાન માટે, ઋતુ સામાન્યીકરણ, ભૂગર્ભ જળના સંચય માટે પણ વૃક્ષો અતિ આવશ્યક છે, ત્યારે બાળકોને પણ અપીલ છે કે, વૃક્ષોને મિત્ર માની તેને વાવી તેનું જતન કરો. આ ઉજવણીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, હાપા જલારામ મંદિરના રમેશભાઈ દત્તાણી, નવનીતભાઈ સોમૈયા તેમજ નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજા, ટ્રસ્ટી પ્રવિણસિંહ જાડેજા, વનરાજસિંહ ચૌહાણ, ધર્મેશભાઈ અજા અને કુલદીપસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.