- જામનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા દાવેદાર માટે અનામત
- આરએસએસના બીના કોઠારી સૌથી વધારે મજબૂત દાવેદાર
- સિનિયર મહિલા નગરસેવકોમાં તમામ લોકોએ લોબિંગ શરૂ કર્યું
- બીના કોઠારી, કુસુમ પંડ્યા અને અલકાબા જાડેજાનું નામ રેસમાં
જામનગરઃ મેયર પદ ભાજપનું મુખ છે એટલે સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સંવાદ બાદ જ કોઈ સુમેળ સધાશે. હજી ચૂંટાયેલા સભ્યોના નામ ચૂંટણી પંચ પાસે ગયા છે, જ્યાંથી તે ગેઝેટમાં પ્રસિદ્ધ થશે ત્યારબાદ 15 દિવસ બાદ જનરલ બોર્ડ મળશે. આમાં મેયર અને ડેપ્યૂટી મેયરની વરણી કરાશે. જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી 8 માર્ચે મળે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. બોર્ડ નહીં મળે ત્યાં સુધી મેયર પદ અને અન્ય હોદ્દાઓ માટેની અટકળો તેમ જ લોબિંગ તેજ બનશે તે નિશ્ચિત બન્યું છે.
બીના કોઠારી એ RSSની મજબૂત પૃષ્ઠભૂમિ ધરાવે છે
વોર્ડ નં. 5માંથી ત્રીજી વખત ચૂંટાયેલા બીના કોઠારી આરએસએસની મજબૂત પુષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ અત્યાર સુધી કોઈ પણ વિવાદમાં આવ્યા નથી કે નથી તેમને કોઈ નોંધપાત્ર હોદ્દો મળ્યો. આ વખતે મેયર પદ માટે તેઓ સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. બીના કોઠારી જૈન સમાજમાંથી આવે છે, જેની જામનગરમાં નોંધપાત્ર વસ્તી છે. તેમજ તે જે વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે.