- આગામી દિવસોમાં જામનગર જિલ્લા બેંકની ચૂંટણી યોજાશે
- જિલ્લામાં બેકની ચૂંટણીમાં ગુજસીટોકના ગુનેગારે ઝપલાવ્યું
- ભુમાફિયા જયેશ પટેલના સાગરીત વશરામ આહીરે નોંધાવી ઉમેદવારી
જામનગરઃ શહેરમાં સતત વધતા ગુનાઓને રોકવા માટે એસ પી તરીકે દીપેન ભદ્રેનની નિયુક્તિ કરવામાં આવી છે. ખાસ કરીને જામનગરમાં જમીન પચાવી પાડવી અને ખડણી ઉઘરાવવી જેવા ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા હતા. વિદેશમાં રહેલા ભુમાફીયા જયેશ પટેલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ દ્વારા સમગ્ર પંથકમાં ખંડણી તેમજ જમીનો પચાવી પાડવાનો કારસ્તાન રચવામાં આવતા હતા.
ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલા વશરામ આહિરે બેંકની ચૂંટણીમાં ઝપલાવ્યું
જોકે જામનગર પોલીસે ગુજસીટોકના ગુનામાં 14 જેટલા જયેશ પટેલના સાગરીતોને ઝડપી પાડીને રાજ્યની જુદીજુદી જેલમાં ધકેલ્યા છે. શહેર પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા વશરામ આહિરે પોલીસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે. જયેશ પટેલના 14 સાગરીતો ગુજસીટોકના ગુનામાં ઝડપાયા છે. તેમાં વશરામ આહીરનો પણ સમાવેશ થાય છે.
ભુમાફિયા જયેશ પટેલના સાગરીત પૈકીના એક વશરામ આહીર
આગામી દિવસોમાં જિલ્લા બેંકની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ ચૂંટણીમાં નિવૃત પોલીસકર્મી અને ગુજસીટોકના ગુનામાં જેલમાં રહેલા વશરામ આહિરે પણ દાવેદારી નોંધાવી છે.