- જિલ્લા સહકારી બેંકના હોદ્દેદારોની કરાઈ વરણી
- એક વેપારી અગ્રણીનું અવસાન થતાં ફેર ચૂંટણી યોજાઈ
- સેવાસદનના સભાખંડ ખાતે યોજાયો હતો કાર્યક્રમ
જામનગર : જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જાન્યુઆરીમાં યોજાયેલા મતદાનમાં અમુક બેઠકો બિનહરીફ થઈ હતી. આ દરમિયાન એક વેપારીના અવસાન બાદ તે વિભાગોની ફરીથી ચૂંટણી કરવામાં આવી હતી. આજે પ્રાંત અધિકારી દ્વારા સેવા સદન ખાતે ચેરમેનની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે પી. એસ. જાડેજા અને વાઈસ ચેરમેન તરીકે રાજુ વાદી તથા એમ.ડી. તરેક લુણાભા અને એપેક્સ બેંકના ચેરમેન તરીકે મુળુભાઈ બેરાની વરણી કરવામાં આવી છે.
ફેર ચૂંટણી પણ યોજાઈ હતી
એક વેપારી અગ્રણીનું અવસાન થતાં તેઓ જે ત્રણ વિભાગમાંથી ચૂંટણી લડી રહ્યા હતાં તે વિભાગોની ફેર ચૂંટણી કરવામાં આવી હતી. ત્યારબાદ લાંબા સમયથી હોદેદારોની નિમણૂંક માટે ચૂંટણી યોજવાની બાકી હોવાથી શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગર દ્વારા આજે સેવા સદનના સભાખંડ ખાતે બેંકના ચેરમેન, વાઈસ ચેરમેનના પદો માટે ચૂંટણી જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.