- રાજ્યમાં મગફળીની વિપુલ આવક
- મગફળીને લઇ કૃષિપ્રધાન સાથે વાતચીત
- રોજ મગફળીના 300 વાહનો આવી રહ્યા છે
જામનગર- Agriculture Minister Raghavji Patel જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રયાસ કરી રહ્યાં છે. જોકે આ વર્ષે વરસાદ પણ સારો પડ્યો છે જેના કારણે તમામ પાકોનું ઉત્પાદન સારું થયું છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં પણ રોજ 300 વાહનો મગફળીના (Groundnut Crop MSP) આવી રહ્યા છે. ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
રવિ પાકમાં ખેડૂતોને ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહેશે
રવિ પાકમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે તમામ પ્રયાસ કરી રહી છે.જો કે ખેડૂતોમાં એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે રવી પાકમાં ખાતરની અછત (Fertilizer shortage) ઊભી. થશે. રાજ્યના ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે (Agriculture Minister Raghavji Patel) જણાવ્યું કે રાજ્યનો ખેડૂત સમૃદ્ધ બનશે તો રાજ્યના તમામ લોકો પણ વધુ સુખી બનશે.
રાજ્યના તમામ યાર્ડમાં મગફળીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે સારા
રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની મોટા પ્રમાણમાં આવક શરૂ થઇ છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં (Hapa Market Yard in Jamnagar ) પણ મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઇ છે. ખેડૂતોને મગફળીનો વધુમાં વધુ ઊંચો ભાવ મળે તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ટેકાના ભાવે પણ પુષ્કળ પ્રમાણમાં થોડી વેચાઈ રહી છે તો જાહેર હરાજીમાં પણ ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Groundnut MSP : ભાવનગરમાં 6096 રજિસ્ટ્રેશન સામે 50 ખેડૂતો સરકારને મગફળી વેચવા આવ્યાં
આ પણ વાંચોઃ ખેડૂત ચોપાલ: મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પ્રતિક્રિયા