ETV Bharat / city

જામનગરમાં ગુલાબનગર પાસે સર્જાયો અકસ્માત, એકનું મોત એક ગંભીર - gulabnagar

જામનગરની ભાગોળે ગુલાબનગર નજીકના ઓવરબ્રિજ પર ગઈરાત્રે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બન્નેના ચાલક રોડ પર પછડાયા ત્યારે જ પાછળથી ધસી આવેલા એક ટ્રક હેઠળ એક યુવાન ચગદાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જયારે બીજા બાઈકચાલકને ગંભીર ઈજા થઈ હતી.

Jamnagar
Jamnagar
author img

By

Published : Feb 5, 2021, 9:19 PM IST

  • જામનગરમાં ગુલાબનગર પાસે સર્જાયો અકસ્માત
  • ટ્રક બાઈક ચાલક પર ફરી વળ્યો, ઘટના સ્થળે એકનું મોત, બીજો ગંભીર
  • બે બાઈક અથડાયા એક યુવકનું ઘટના સ્થળે મોત

જામનગર: શહેરના ગુલાબનગર નજીક આવેલા સાંઢીયાપુલ પાસે સર્જાયેલા અકસ્માતની વધુ વિગત મુજબ રાત્રે આશરે સાડા નવ વાગ્યે પુલ પરથી બે બાઈક પસાર થતાં હતાં, ત્યારે કોઈ રીતે અથડાઈ પડતા એક બાઈક ચલાવી રહેલા મહિપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ અને બીજા બાઈકના ચાલક જયેશ મનસુખભાઈ મકવાણા રોડ પર ફંગોળાઈ ગયા હતાં.

હાપાથી નોકરી પૂર્ણ કરી ઘેર જતાં યુવાન પર પડ્યો કાળનો પંજો

દિગ્જામ વુલનમીલ પાસે બાલાજી પાર્કમાં વસવાટ કરતા મહિપાલસિંહ હાપામાં નોકરી કરતા હતાં. તેઓ નોકરી પરથી ઘેર જવા માટે નીકળ્યા હતાં. જયારે જયેશભાઈ પોતાના બાઈક પર ગુલાબનગર સ્થિતી પોતાના ઘરે જવા નીકળ્યા હતાં. તેઓ ઓવરબ્રીજ પરથી પસાર થતાં હતાં, ત્યારે તે બન્નેના બાઈક અથડાતા બન્ને રોડ પર પડી ગયા હતા. ત્યારે જ પાછળથી ધસી આવેલો એક ટ્રક બન્ને પર ફરી વળ્યો હતો.

જામનગરમાં ગુલાબનગર પાસે સર્જાયો અકસ્માત
જામનગરમાં ગુલાબનગર પાસે સર્જાયો અકસ્માત

108ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયા

અકસ્માત વેળાએ ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો થંભી ગયા હતાં. કોઈએ 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી. તેના સ્ટાફે બંન્ને ઈજાગ્રસ્તને ચકાસતા મહિપાલસિંહનું સ્થળ પર જ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતાં. જયારે જયેશના બન્ને પગમાં ગંભીર ઈજા થઈ હોઈ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.