જામનગરના ITI ખાતે જામનગર રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રોજગાર વાચ્છુક ઉમેદવારો માટે મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજયસરકાર દ્વારા યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી મળે તે રીતે ત્રણ જિલ્લાઓને 3000નો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો.
આ લક્ષ્યાંક સિદ્ઘ કરવા માટે જિલ્લા રોજગાર કચેરી જામનગર, રાજકોટ અને દ્વારકા દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વિવિધ નોકરીદાતાઓ સાથે મીટિંગ યોજીને જિલ્લાના રોજગાર વાચ્છુક યુવાનો માટે ખાનગી ક્ષેત્રની 6000થી પણ વધારે નોકરી માટેની ખાલી જગ્યાઓ મેળવવા નોટિફાઇડનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાનાં દિવ્યાંગ ઉમેદવારો અને નોકરીદાતાઓને જેઓ દિવ્યાંગ હોવા છતાં પણ મક્કમ અને રોજગારી મેળવી રહ્યા છે કે આપી રહ્યા છે. તેવા એક નોકરીદાતા અને 7 દિવ્યાંગ કર્મચારી ઉમેદવારોને રાજ્ય સરકાર હસ્તક દિવ્યાંગ પારિતોષિક એવોર્ડનું વિતરણ સાંસદ સભ્ય પુનમ માડમનાં હસ્તે આપવામાં આવ્યાં હતા.
જામનગર રાજકોટ અને દ્વારકાના ઉમેદવારોએ ખૂબ બહોળી સંખ્યામાં આ ભરતીમેળાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં સંસદ સભ્ય પુનમ માડમ, મેયર હસમુખ જેઠવા, ભાજપ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, જિલ્લા પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.