- જામનગરના શાપરમાં CNG ગેસ ભરવા આવેલી કારમાં લાગી ભીષણ આગ
- કાર બળીને ખાખ
- CNG પંપ પર કારમાં લાગી આગ
જામનગરઃ જિલ્લાના શાપરમાં CNG પંપ પર ગેસ ભરાવવા આવેલી કારમાં આગ લાગ હતી. જેથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો મહત્વનું છે કે સીએનજી પેટ્રોલ પંપ આગની ઝપેટમાં આવ્યા પહેલાં જ જે કારમાં આગ લાગી હતી તે કારને પેટ્રોલ પંપથી દૂર લઇ જવામાં આવી હતી. જોકે કારમાં લાગેલી ભીષણ આગ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને દૂર-દૂર સુધી લોકો આગના ધુમાડા જોઈ શકે તેવા દ્રશ્ય સર્જાયા હતા.
આગમાં કાર બળીને ખાખ અફરાતફરીનો માહોલ સર્જાયો
હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોએ પોતાના વાહન થંભાવી દીધા હતા. આ ઘટનામાં કોઇ જાનહાનિ કે, નુકસાન થયું નથી પણ આગમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ છે. પેટ્રોલ પંપ અને CNG પંપ પર અવારનવાર આગની ઘટનાઓ બનતી રહે છે.