ETV Bharat / city

જામનગરની જી જી હોસ્પિટલની હોસ્ટેલમાંથી 4 લેપટોપ ચોરાયા

જામનગરની જી જી હોસ્પિટલની હોસ્ટેલના રૂમમાંથી તસ્કરો ચાર લેપટોપની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. મેડિકલ હોસ્ટેલના ઈન્ટર્ન તબીબની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી ચોરી કરનારા શખ્સને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરની જી જી હોસ્પિટલની હોસ્ટેલમાંથી 4 લેપટોપ ચોરાયા
જામનગરની જી જી હોસ્પિટલની હોસ્ટેલમાંથી 4 લેપટોપ ચોરાયા
author img

By

Published : Dec 28, 2020, 5:03 PM IST

  • જામનગરની જી જી હોસ્પિટલની હોસ્ટેલના રૂમમાંથી તસ્કરોએ કરી ચાર લેપટોપની ચોરી
  • અજાણ્યો શખ્સ રૂ. 1.22 લાખની કિંમતના જુદા જુદા ચાર લેપટોપ ઊઠાવી ગયો
  • અજાણ્યા તસ્કરો સામે સિટી બી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ
  • પોલીસે ફરિયાદ નોંધી CCTV કેમેરાના આધારે તસ્કરને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી

જામનગરઃ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામનગરમાં આવેલા જી જી હોસ્પિટલ કેમ્પસમાં પી.જી. હોસ્ટેલ ખાતે રહેતા અને ઈન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતા કિંજલ રમણભાઈ પટેલે પોતાના રૂમમાંથી ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને અન્ય ઈન્ટર્નના રૂમનું તાળું ચાવી વડે ખોલી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો રૂમમાં પડેલા 1.22 લાખની કિંમતના ચાર લેપટોપ લઈ ગયો હતો. ફરિયાદીએ આ અંગે સિટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

26 ડિસેમ્બરે તસ્કરો રૂમમાં ત્રાટક્યાને હાથ સાફ કર્યા

તબીબ ઈન્ટર્નોએ રૂમને તાળુ મારી તેની ચાવીઓ વેન્ટિલેશનની બારીમાં રાખી હતી. આ ચાવીઓ વડે રૂમના દરવાજા ખોલી અંદર પ્રવેશ કરીને અજાણ્યો શખ્સ ચારેય તબીબોના લેપટોપ ચોરી કરી લઈ ગયાનું સામે આવ્યું છે. 26 ડિસેમ્બરે સવારથી બપોર દરમિયાન આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના મામલે પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી કેમેરાના આધારે તસ્કરને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.