- લાલચ આપી સ્ક્રેચકાર્ડ વેચનારા 4ની ધરપકડ
- હાપામાંથી આરોપીને દબોચ્યા
- રૂપિયા 3.44 લાખનો મુદ્દામાલ જપ્ત
- ધ્રોલના માવપર ગામના શખ્સની સંડોવણી ખુલી
જામનગરઃ તાલુકાના હાપા ગામના પાદરમાં ઈકો કારમાં લોભામણી લાલચ આપી ઈનામી કાર્ડ દ્વારા લોકો પાસેથી પૈસા ઉઘરાવતા 4 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી ઈનામી સ્ક્રેચકાર્ડ,જુદી-જુદી ચીજવસ્તુઓ તથા રોકડ રકમ અને કાર સહિત રૂપિયા 3,44,520નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
નિલેશ નારણ વરૂ નામના શખ્સની સંડોવણી ખુલી
મળતી માહિતી મુજબ, જામનગર તાલુકાના હાપા ગામના પાદરમાં ઈકો કારમાં ઈનામી સ્ક્રેચકાર્ડ અંગેની જાહેરાત કરી લોભામણી લાલચ આપી પૈસા મેળવતા હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસવડાની સૂચનાથી પોલીસે રેડ પાડી હતી. જેમાં અમરા હદા વરૂ, લાલા ઉર્ફે લાલજી હીરા ગોલતર, કમલેશ ઉર્ફે સાગર કરમણ ઉર્ફે બાબુ ગમારા, કાનજી નાગજી સહિત 4 આરોપી મળી આવ્યા હતા. જેથી પલીસે આ ચારેય આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 14 ઈનામી સ્ક્રેચકાર્ડ, રૂપિયા 17,900ની જુદી જુદી ચીજવસ્તુઓ, રૂપિયા16,000ની કિંમતના ચાર નંગ મોબાઇલ અને રૂપિયા 10,620ની રોકડ રકમ તથા રૂપિયા 3 લાખની કિંમતની ઈકો કાર સહિત રૂપિયા 3,44,520નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારબદ પોલીસ તપાસમાં નિલેશ નારણ વરૂ નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે નિલેશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.