ETV Bharat / city

જામનગર જેલના 36 કેદીઓને મળ્યા વચગાળાના જમીન - interim bail

જામનગરની જિલ્લા જેલમાં સાદી કેદની સજા કાપી રહેલા 19 મળી કુલ 36 કેદીને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જેલમાં કોરોનાના સંક્રમણને ખાળવા માટે સુપ્રીમ કોર્ટએ સુઓમોટો રીટ પીટીશન અન્વયે હાઈપાવર કમિટીની રચના કર્યા પછી તેના રિપોર્ટના આધારે આ નિર્ણય કરાયો છે.

જામનગર જેલના 36 કેદીઓને મળ્યા વચગાળાના જમીન

author img

By

Published : May 19, 2021, 4:27 AM IST

  • 36 કેદીઓને જેલમાંથી મળ્યા વચગાળાના જામીન
  • 19 કેદીને હતી સાજી સજા
  • કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો હતો નિર્ણય

જામનગરઃ હાલમાં સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વ્યાપ્યો છે, ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે સુઓમોટો રીટ પીટીશન અન્વયે હાઈપાવર કમિટીની રચના કરી હાલમાં દેશભરની જેલમાં રહેલાં કેદીઓમાં કોરોનાનું સંક્રમણ ન પ્રસરે તે માટે તકેદારીના પગલાં લેવા સૂચના અપાયા પછી, ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ જિલ્લાઓની જેલમાં જે કેદીઓ 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈવાળા ગુનામાં જેલમાં હોય તેવા કાચા કામના કેદી અને ભરણપોષણ કે તે પ્રકારના ગુનામાં સાદી કેદની સજા ભોગવતા હોય તેવા કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરવા કાર્યવાહીનો હુકમ કર્યો હતો.

આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

સાદી સજા કાપી રહેલા કેદીઓને કોર્ટના આદેશ બાદ મળ્યા જામીન

આ નિર્ણય અંતગર્ત જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા સંબંધિત કોર્ટ અને જામનગર જિલ્લા જેલના અધિક્ષક પી.એચ.જાડેજાના સહિયારા પ્રયત્નોથી હાલમાં જામનગરની જિલ્લા જેલમાં CRPC ૧૨૫ હેઠળ સાદી કેદની સજા પામેલા 19 કેદી અને સામાન્ય ગુનાઓમાં જેલમાં રહેલા કાચા કામના 13 આરોપી, અન્ય 4 મળી કુલ 36 આરોપીને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

7 વર્ષથી વધુની સજા કાપી રહેલા કેદીઓએ જામીન માટે કરવી પડશે અરજી

જેલમુક્ત થતાં પહેલાં તમામ 36 કેદીઓને જેલના મેડિકલ ઓફિસર દ્વારા હેલ્થ સ્ક્રીનિંગ કરાવવામાં આવ્યું હતું. આવી જ રીતે હાઈપાવર કમિટીની ભલામણ મુજબ પાત્રતા ધરાવતા કેદી-આરોપીને 90 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવા તેમજ 7 વર્ષથી ઉપર અને આજીવન કેદની સજા પામેલા પાકા કામના કેદીઓ પૈકીના લાંબા સમય માટે પેરોલ રજા પર જવા માગતા કેદીઓએ અરજી કરવાની રહેશે અને તે અરજી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલાયા પછી તે નિર્ણિત થશે. નકલી દવા, ઇન્જેક્શન, ઓક્સિજન, અન્ય આરોગ્યલક્ષી ચીજવસ્તુઓની ગેરકાયદે હેરાફેરી, કાળાબજારીના ગુનામાં જેલમાં ખસેડાયેલા આરોપીઓને આ લાભ આપવામાં આવશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.