ETV Bharat / city

જામનગરમાં મેડિકલ સ્ટોર સંચાલકને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ 2 બિલ્ડરની ધરપકડ - જામનગર મેડિકલ સ્ટોર

જામનગરના મેડિકલ સ્ટોર સંચાલકની જમીન પડાવી લેવા વારંવાર ધમકી મળવાના કારણે સંચાલકે શુક્રવારે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જોકે બંન્ને આરોપીઓ સોમવારે આ અંગે એસપીને મળવા આવ્યા હતા. જિલ્લા એસપીએ આરોપીઓને મળવાનો ઈનકાર કરી દીધો હતો. આ ઉપરાંત અટકાયતમાં લેવાનો હુકમ કર્યો હતો. કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ બંન્ને આરોપીની ધરપકડ કરશે.

જામનગરમાં મેડિકલ સ્ટોર સંચાલકને આપઘાત માટે ઉશ્કેરવા બદલ 2 બિલ્ડરની ધરપકડ

author img

By

Published : Oct 13, 2020, 9:01 PM IST

જામનગરઃ ખોડિયાર કોલોની વિસ્તાર પાસે એનઆરઆઈ બંગલોમાં વસવાટ કરતા અને મેડિકલ ચલાવતા હિતેશ ચંદ્રકાંતભાઈ પરમાર નામના યુવકે શુક્રવારે રાત્રે ગળે ફાંસો ખાઈ આત્મહતા કરી લીધી હતો. ઘટનાસ્થળે તેની લખેલી બે ચિઠ્ઠી મળી હતી, જેમાં જામનગરના બિલ્ડર રમણ મોરજરિયા તથા કનુ બોસ નામના બે વ્યક્તિ તેને જમીન વેચવા ધમકી આપતા હોવાનો ઉલ્લેખ હતો. બંન્ને આરોપીઓ મૃતકને જૂના નાગનામાં આવેલી વારસાઈ જમીન વેચી નાખવા માટે ધાકધમકી આપતા હતા. આથી કંટાળીને મૃતકે આત્મહત્યા કરી હોવાનું સ્યૂસાઈડ નોટમાં જણાવ્યું હતું.

જામનગરમાં મેડિકલ સ્ટોર સંચાલકને આપઘાત માટે ઉશ્કેરવા બદલ 2 બિલ્ડરની ધરપકડ
જામનગરમાં મેડિકલ સ્ટોર સંચાલકને આપઘાત માટે ઉશ્કેરવા બદલ 2 બિલ્ડરની ધરપકડ
પોલીસે નયનાબેન હિતેશભાઈની ફરિયાદના આધારે રમણ મોરજરિયા તથા કનુ બોસ સામે ગુનો નોંધ્યો હતો. જોકે બંને આરોપી સોમવારે જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રનને મળવા આવ્યા હતા અને કેસમાં ન્યાયિક તપાસની માગ કરી હતી. પરંતુ એસપીએ બંને આરોપીને મળવાનો ઈનકાર કરી બંનેની અટકાયત કરવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ સિટી સી ડિવિઝનના પીઆઈ ગોંડલિયાએ રમણ મોરજરિયા અને કનુ બોસની અટકાયત કરી હતી. ત્યારબાદ બંનેને કોવિડ ટેસ્ટ માટે હોસ્પિટલમાં મોકલાયા હતા. રિપોર્ટ આવ્યા પછી બંને આરોપીની ધરપકડ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.