જામનગરઃ ઉનાળાની શરૂઆત થતાં ઠેરઠેર પાણીની પોકાણ બોલી રહી છે. ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં પાણીની પૂરતી વ્યવસ્થા (Mismanagement in Jamnagar GG Hospital) ન હોવાને કારણે દર્દીઓ તેમ જ સગાંવ્હાલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી (Drinking water problem at GG Hospital) રહ્યો છે. ત્યારે જામનગરની ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં આવેલા ગાયનેક વિભાગમાં પણ પાણીની અપૂરતી વ્યવસ્થા છે. તેના કારણે પ્રસૂતાઓ અને તેના સગાંઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગાયનેક વોર્ડમાં દર્દીઓ માટે બહારથી વેચાતું પાણી લેવું પડી રહ્યું છે.
જામનગરની હોસ્પિટલમાં પાણી માટે દર્દીઓ મારી રહ્યા છે વલખાં - મોટા ભાગની સરકારી હોસ્પિટલોમાં યોગ્ય મેનેજમેન્ટ ન હોવાના કારણે દાતાઓ દ્વારા અહીં આર.ઓ. પ્લાન્ટ અને પાણીની પરબ પણ શરૂ (Drinking water problem at GG Hospital) કરવામાં આવે છે. તેમ છતાં જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દર્દીઓને પીવાનું શુદ્ધ પાણી (Mismanagement in Jamnagar GG Hospital) મળતું નથી.
આ પણ વાંચો- સુરતમાં મા વાત્સલ્ય કાર્ડ માટે ગંભીર દર્દીઓને પણ ઉભા રહે છે લાઇનમાં..!
ગર્ભવતી મહિલાઓને પડી રહી છે મુશ્કેલી - દર્દીનાં સગાએ આ અંગે જણાવ્યું હતું કે, ગાયનેક વિભાગમાં મહિલાઓ દાખલ હોય છે. આ મહિલાઓ સાથે પુરુષોને અંદર પ્રવેશ પણ આપવામાં આવતો નથી અને મહિલાઓને જે વસ્તુ જોઈતી હોય. તે વસ્તુ અંદર લઈ જવાની મનાઈ હોવાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મહિલાઓને પીવાનું પાણી પણ બહારથી (Drinking water problem at GG Hospital) વેચાતુ લઈને આપવું પડે છે. બીજી તરફ પાણીની આ અપૂરતી વ્યવસ્થા (Mismanagement in Jamnagar GG Hospital) મામલે હોસ્પિટલના સત્તાધીશો કંઈ પણ બોલવા તૈયાર નથી.
આ પણ વાંચો- સુરતની કિરણ હોસ્પિટલમાં સરકારી યોજનાઓ બંધ કરવા આદેશ, દર્દીઓને ભારે હાલાકી
હોસ્પિટલમાં લાઈટની યોગ્ય વ્યવસ્થા - જોકે, જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં લાઈટની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કારણ કે, થોડા સમય પહેલા જ અહીં રિનોવેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને તેમાં નવેસરથી લાઈટ ફિટીંગ કરવામાં આવી છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં સમગ્ર પંથકના દર્દીઓ સારવાર માટે (Mismanagement in Jamnagar GG Hospital) આવતા હોય છે. ત્યારે હોસ્પિટલમાં જનરેટરની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે પણ લાઈટ જાય ત્યારે આ જનરેટર ઓટોમેટિક ચાલુ થઈ જાય છે. તેના જેના કારણે વીજળીની હોસ્પિટલમાં અછત જોવા મળતી નથી.