- દેશમાં ક્યારે ઘટશે પેટ્રોલ ડીઝલના ભાવ
- શું પેટ્રોલ ડીઝલનો GSTમાં થશે સમાવેશ?
- કોવિડમાં થયેલા ખર્ચ પેટ્રોલ ડીઝલમાંથી સરકાર કાઢે છે?
ગાંધીનગર : કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ( Union Petroleum Minister ) સોમવારના રોજ એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1માં મુખ્યપ્રધાન રૂપાણીની હાજરીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ( Indian Oil Corporation ) અને ગુજરાત સરકાર વચ્ચે MoU કરવામાં આવ્યા છે. જેમાં આવનારા સમયમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ( Indian Oil Corporation ) 24 હજાર કરોડના અલગ-અલગ પ્રોજેક્ટ વડોદરામાં સ્થાપિત કરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ( Union Petroleum Minister ) ધર્મેન્દ્ર પ્રધાને પૂછવામાં આવ્યું કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારેય ઘટશે? તેનો જવાબ આપતા તેમને જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારેક ઘટશે તો ક્યારેક વધશે, પરંતુ અત્યારે કંઈ કહેવું યોગ્ય નથી.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવમાં વધારો
કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ( Union Petroleum Minister ) ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે ક્રૂડના ભાવ 70થી ઉપર જતા રહ્યા છે, જેની સીધી અસર ગ્રાહકો પર પડી રહી છે, જ્યારે ભારત દેશમાં 80 ટકા ક્રુડ ઓઇલ નિકાસ કરવું પડે છે. ગ્લોબલ માર્કેટ પણ અનિયંત્રિત હોવાને કારણે, અન્ય ડિપ્લોમેટિક કારણે અને કૂટનીતિ જેવા કારણો ભાવ વધારાનું મહત્વનું પરિબળ છે. આ માટે જ ભાવ વધારો થઈ રહ્યો હોવાનું નિવેદન કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ( Union Petroleum Minister ) ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું હતું.
GSTમાં પેટ્રોલ ડીઝલનો થશે ઉમેરો
પેટ્રોલ-ડીઝલને પણ GSTમાં સમાવી લેવાનો મુદ્દો ઉઠ્યો છે, ત્યારે પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ( Union Petroleum Minister ) ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, GST કાઉન્સલ રાજી ન થાય ત્યાં સુધી કંઈ જ કહી શકાય નહીં. આ બાબતનો નિર્ણય સર્વ સામૂહિક નિર્ણય લેવો પડે છે, કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન તરીકે હું તો પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવવા માટે તૈયાર છું, પરંતુ અન્ય સામૂહિક નિર્ણયો બાદ જ પેટ્રોલ-ડીઝલનો સમાવેશ થઇ શકે છે, જ્યારે આ સંપૂર્ણ બાબત GST કામ તેના નિર્ણય પર આધારિત છે.
આ પણ વાંચો -
- ગુજરાત સરકાર અને Indian Oil Corporation વચ્ચે 24,000 કરોડના MOU, વડોદરામાં નવા 6 Project થશે કાર્યરત
- ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો, જાણો ભારતને કેવી રીતે ફાયદો મેળવશે?
- ક્રુડ ઓઇલની કીંમત ઓછી હોવા છતા પેટ્રોલના ભાવ વધી રહ્યા છે
- ડીસામાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે APPના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન, 10ની અટકાયત