ETV Bharat / city

Vaccination Center: જાણો, કોલવડામાં અમિત શાહે મુલાકાત લીધેલું વેક્સિન સેન્ટર શા માટે થયું બંધ?

ગાંધીનગર કોલવડા ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 21 જૂને જે વેક્સીનેશન સેન્ટર( Vaccination Center )ની મુલાકાત લીધી હતી એ વેક્સિન સેન્ટર જ અત્યારે વેક્સિન ન મળવાથી બંધ છે. બહાર કોરોનાની રસીનો સ્ટોકના હોવાથી રસીકરણ બંધ છે. એવું બોર્ડ વેક્સિન સેન્ટર બહાર લગાવાયું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અહીં આવ્યા તેના બીજા કે ત્રીજા દિવસથી જ અહીં વેક્સિન આપવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.

Vaccine Center
Vaccine Center
author img

By

Published : Jun 30, 2021, 3:33 PM IST

  • સેન્ટરની બહાર બોર્ડ પર લખ્યું, રસીનો સ્ટોક ન હોવાથી રસીકરણ બંધ
  • વેક્સિન સેન્ટર મુલાકાતના ત્રણ દિવસે વેક્સિન ન મળવાથી બંધ
  • મુલાકાત લઈ નેતાઓ અવેર કરે છે એજ સેન્ટર પર વેક્સિન નથી મળતી

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા 21 જૂનથી વેક્સિન મહા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વેક્સિન અભિયાનનો ફિયાસ્કો થઈ ગયો છે. અમિત શાહ ગાંધીનગર પોતાના મતવિસ્તારમાં આવ્યા હતા. ત્યારે તેમની ઉપસ્થિતિમાં તંત્રએ તેમને ખુશ કરવા વેક્સિન સેન્ટર વધારી તેમાં રસીના જથ્થો ખડકી દેવામાં આવ્યો હતો. નવા 2,000થી વધુ સેન્ટર રાજ્યભરમાં શરૂ કરાયા હતા, પરંતુ અત્યારે આ સેન્ટર 50 ટકાથી વધુ ઘટાડી દેવામાં આવ્યા છે. જે પણ સેન્ટર ચાલુ છે તે પણ માંડ માંડ ચાલી રહ્યા છે. એક બાજુ વેક્સિન લેવા માટે અવેર કરવામાં આવે છે. ત્યારે બીજી બાજુ વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં નથી આવી રહી. ખુદ ગૃહપ્રધાને જે સેન્ટરની મુલાકાત લીધી હતી તે કોલવડાનું વેક્સિન સેન્ટર ( Vaccination Center ) જ અત્યારે બંધ છે. લોકો અહીં આવી ને ધક્કો ખાઇ રહ્યા છે.

અમિત શાહે મુલાકાત લીધેલું વેક્સિન સેન્ટર બંધ

લોકોએ જ્યારે વેક્સિન લેવા માટે લાઇનો લગાવી ત્યારે જ સેન્ટર વેક્સિનના અભાવે બંધ

કેન્દ્રીય ગૃહ પ્રધાન પોતાના મત વિસ્તારમાં લોકોને અપીલ કરીને ગયા છે, પરંતુ તંત્ર દ્વારા અહીં જ વેક્સિનેશનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો નથી. જોકે, પુરા ગુજરાતભરમાં વેક્સિનનો અભાવ જીવ મળી રહ્યો છે. લોકોને ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે. કોલવડાની વાત કરીએ તો આ સેન્ટર પર અમિત શાહના આવ્યા બાદ રોજના 200 જેટલા ડોઝ મળતા હતા પરંતુ અત્યારે એક પણ ડોઝ જ વેક્સિનનો મળી રહ્યો નથી. ઊલટાનું બહાર બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. એકબાજુ લોકોને મોટા ઉપાડે વેક્સિન લેવા અપીલ કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો નથી.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોલવડા Vaccine Centerની મુલાકાત લીધી, લોકોને કરી ખાસ અપીલ

ગાંધીનગર મનપા વિસ્તારમાં 35માંથી 24 જેટલા સેન્ટર બંધ

કોલવડા ગામ ગાંધીનગર મનપા વિસ્તારમાં આવે છે. જેમાં મનપા વિસ્તાર અને મત વિસ્તારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ જ્યારે મુલાકાત લીધી એના આગળના દિવસે 25 સેન્ટર ચાલતા હતા. જે 21 જૂનથી વધારીને 35 સેન્ટર કરવામાં આવ્યા હતા, પરંતુ એક વીક જેટલો સમય પણ આ સેન્ટરો ચાલ્યા ન હતા. અત્યારે વેક્સિનના અભાવે માત્ર 11 જેટલા મનપા વિસ્તારમાં સેન્ટર ચાલી રહ્યા છે. અવાર-નવાર દિવસ દરમિયાન સેન્ટરો ઓછા થઇ રહ્યા છે, પરંતુ વેક્સિન લેનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે અવેરનેસના કારણે વધી રહી છે.

આ પણ વાંચો: જામનગરમાં વેક્સિન સેન્ટર પર ખૂટી વેક્સિન, સેન્ટર પર લાગ્યા તાળા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.