ETV Bharat / city

CM ઉનાની મુલાકાતે આવ્યા ત્યારે મને આંતકવાદીની જેમ એક રૂમમાં બેસાડી રાખ્યો: પુંજા વંશ - GANDHINAGAR NEWS

7 અને 18મેના રોજ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાની દહેશત હતી ત્યારે વાવાઝોડું દીવ અને ઉનાના દરિયા કાંઠાના વિસ્તાર પર ગુજરાતમાં પ્રવેશ્યું હતુ. જેમાં ઉના તાલુકામાં ભારે મોટું નુકસાન થયું છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ નાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી.

CM ઉનાની મુલાકાતે આવ્યા ત્યારે મને આંતકવાદીની જેમ એક રૂમમાં બેસાડી રાખ્યો

author img

By

Published : May 28, 2021, 7:13 AM IST

  • મારી જોડે આતંકવાદી જેમ વર્તન થયું : પુંજા વંશ
  • CM રૂપાણીએ ઉના અસરગ્રસ્તની મુલાકાત દરમિયાન પુંજા વંશે વ્યક્ત કરી આપવીતી
  • CM આવે તે પહેલાં મારા ઘરે SOG અને પોલીસના ધામા

ગાંધીનગર: 17 અને 18મેના રોજ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાની દહેશત હતી ત્યારે વાવાઝોડું દીવ અને ઉનાના દરિયા કાંઠાના વિસ્તાર પર ગુજરાતમાં પ્રવેશ્યું હતુ. જેમાં ઉના તાલુકામાં ભારે મોટું નુકસાન થયું છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ નાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. ત્યારે ઉનાના ધારાસભ્ય પુંજા વંશે આ સમય દરમિયાનની પોતાની આપવીતી કહી હતી અને જણાવ્યું હતું કે, હું જેમ આતંકવાદી હોવ તેવી રીતે મારી જોડે વર્તન થયું છે. જ્યારે CM આવે તે પહેલાં જ મારી ઓફિસે અને કરે પોલીસના પણ આવી ગઈ હતી.

મને એક રૂમમાં બેસાડી રાખ્યો: પુંજા વંશ

ઉના કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વર્ષે વધુમાં આપવીતી જણાવતા કહ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવ્યા ત્યારે મને એક જ રૂમમાં કલાકો સુધી પોલીસની હાજરીમાં બેસાડી રાખ્યો હતો જાણે કે હું કોઈ આતંકવાદી હોય તેવી રીતે મારી જોડે વર્તન થયું હતું જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉના તાલુકાના ફક્ત અમુક ગામની મુલાકાત લીધી હતી પણ જ્યારે જે જગ્યા ઉપર વધુ નુકસાન હતુ તેવી કોઈપણ જગ્યાએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મુલાકાત લીધી ન હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વર્ષે કર્યો છે.

આ પણ વાંચો: આંશિક નિયંત્રણો હટાવવાયા: પીપાવાવ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત

ભાજપના હોદેદારો સાથે બેઠક કરી પણ સ્થાનિક ધારાસભ્યનેના બોલાવ્યા

પૂજા વધુમાં આક્ષેપ કર્યો હતો કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ સ્થાનિક ભાજપના હોદ્દેદારો સાથે અને સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજીને પરિસ્થિતિ અંગેની ચર્ચા કરી હતી, પરંતુ સ્થાનિક ધારાસભ્યને જ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતુ. બેઠક પૂર્ણ થયા બાદ મને ગણતરીની મિનિટો ફાળવવામાં આવી હતી. જેમાં અનેક રજૂઆત કરી હોવા છતાં પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જવાબ આપ્યો હતો કે બધું જોઈ લઇશુ.

આ પણ વાંચો: વાવાઝોડામાં જે જગ્યાએથી વૃક્ષો પડ્યાં એજ જગ્યા પર વૃક્ષો વાવવામાં આવશે : વિજય રૂપાણી

મેં કલેકટરને વિનંતી કરી હતી

પૂજા વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અત્યારે જે પણ નિર્ણય કર્યા છે તે અગાઉ સંવેદનશીલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે ઉના ખાતે જે મુલાકાત કરી હતી. તેમાં તેઓની સાથે રહેવા માટે અને તેમની સાથે ચર્ચા કરવા માટે મે કલેકટરને પણ વિનંતી કરી હતી કે, જ્યારે આવી વિપદાઓમાં વિપક્ષને સાથે રાખવું જોઈએ તેવી બંધારણીય પ્રક્રિયા છે. છતાં પણ મને જાણ કરવામાં ન આવી જ્યારે આજના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાજપના હોદ્દેદારો સાથે સાથે બેઠક કરી ત્યારે પણ મને પ્રાંત અધિકારીની કચેરીમાં એક અલગ રૂમમાં રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ પુંજા વંશે કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.